જૂનાગઢ, તા.10: કેશોદના સાંગરસોલા ગામમાં મહીપત સોનારાની વાડીની ઓરડી પાસે જુગારના અખાડા ઉપર પોલીસે દરોડા પાડી રૂ.15 હજારની રોકડ રકમ સાથે 7 શખસોને ઝડપી લીધા હતા. જાહેરમાં જુગાર રમતા 6 શખસ રૂ.14 હજારની રોકડ સાથે ઝડપાયા હતા.
જૂનાગઢના
કાળવા ચોક પાસે 6 શખસ રૂ.12 હજારની રોકડ સાથે પકડાયા છે. વિસાવદરના પ્રેમપરામાં પોલીસે
રેડ પાડી રૂ.10 હજારની રકમ સાથે 6 શખસને ઝડપી પાડયા છે.
માંગરોળના
શીલના પ્લોટ વિસ્તારમાં રૂ.2 હજારની રકમ સાથે 5 શખસને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે.