અમરેલી, તા.1ર: અમરેલીમાં રહેતી રપ વર્ષિય પરિણીતાને અમરેલીમાં આવેલી સંધી સોસાયટીમાં હુસૈની ચોકમાં રહેતા આરોપી જુબેર ઈબ્રાહીમ ખોખરે આજથી સાત આઠ મહિના પહેલા પરિણીતાના પતિ બહાર ગયા હતા ત્યારે પરણિતાના ઘરમાં રાત્રીના એકથી દોઢ વાગ્યે ઘુસી આવી, છરી બતાવી તેણીને ધમકી આપી હતી કે, તારા છોકરા અને તારા ઘરવાળાને જીવતા રાખવા હોય તો, તું મને બોલાવતી રહેજે તેમજ પરિણીતાના છોકરા પર આરોપીએ હાથ મુકી કહ્યું કે, તારા છોકરાને જીવતો રાખવો હોય તો હું કહુ તેમ કરજે તેમ કહીને તેણીની મરજી વિરૂદ્ધ આરોપીએ શરીર સંબંધ બાંધી લીધો હતો.
ત્યારબાદ
પણ આ પરણિતાના પતિ ઘરે ન હોય ત્યારે આરોપીએ પરિણીતા સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધી
અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ગત તા.7/8/25ના રોજ આરોપીએ
રાત્રે પરિણીતાના ઘરે ધસી જઈ તેણીના છોકરાના ગળા પર હાથ રાખી કહ્યું કે, તારા છોકરાને
જીવતો રાખવો હોય તો મને શરીર સંબંધ બાંધવા દે તેમ કહી ફરી એક વખત તેણી સાથે તેણીની
મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી લીધો હતો. ભોગ બનનાર પરિણીતાએ આરોપી સામે પોલીસમાં ફરિયાદ
નોંધાવી
છે.