જામનગર, તા.12: જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા સામે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર9માં ચિરાગ એપાર્ટમેન્ટમાં રહેતા વર્ષાબેન સંજયભાઈ ધકાણએ સીટી બી.ડીવિઝન પોલીસ મથકમાં દિવ્યરાજાસિંહ મંગળાસિંહ ચૌહાણ ઉર્ફે દિવલા ડોન, બળભદ્ર સિંહ જાડેજા, એક અજાણ્યો માણસ અને નિર્મળાસિંહ નામના વકીલ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ
ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર, ફરિયાદી મહિલાનું મકાન બળજબરી પૂર્વક ખાલી કરાવવા માટે
ગત 6-8-2025 ના સવારે દીવલો ડોન તેના સાગરીતો સાથે મકાનમાં ઘૂસી આવ્યો હતો અને કાચ,
ટેબલ ફેન વગેરેમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું. તેમજ ધાક ધમકી આપી 50,000 રૂપિયાની
માંગણી કરી હતી તેમજ આ મકાન ખાલી કરીને નિર્મળાસિંહ વકીલને આપી દેવાનું છે, તેમ કહી
ધમકી આપી હતી. આખરે આ મામલો પોલીસ મથકમાં પહોચ્યો છે. જેના અનુસંધાને પીએસઆઇ જે.પી.સોઢા
અને તેઓની ટીમે તમામની શોધખોળ હાથ ધરી છે.