ખોટી રીતે બદનામ કરવાનું કહેતા નોંધાવી પોલીસ ફરિયાદ
પોરબંદર
તા.13: પોરબંદરમાં 15 વર્ષ પૂર્વે ક્લાસીસમાં જતી પૂર્વ વિદ્યાર્થીની અને હાલ બે સંતાનની
માતાને તે સમયના શિક્ષકે ફરી પરિચય કેળવી પરાણે સંબંધ રાખવાનું કહી તેના બે બાળકને
મારી નાખવાની ધમકી આપી, બદનામ કરવાનું કહેતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
પોરબંદરના
ઝુંઝાળામાં રહેતી 33 વર્ષીય પરિણીતાએ છાયા વિસ્તારમાં રહેતા ચિરાગ હરીશભાઈ બદિયાણી
સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને સંતાનમાં
એક પુત્ર અને એક પુત્રી છે 15 વર્ષ પૂર્વે જડેશ્વર વિસ્તારમાં પોતે કોમ્પ્યુટર ક્લાસીસમાં
હતી ત્યારે ચિરાગ બદિયાણી ટીચર તરીકે ફરજ બજાવતા હતા બાદ લગ્ન થઇ ગયા હતા દોઢેક વર્ષ
પૂર્વે ફેસબુકમાં એક રિકવેસ્ટ આવતા તે ચિરાગ બદિયાણીની હોય જેથી વાતચીત કરી ફોન નંબરની
આપલે કરી હતી અને વાતચીત કરતા હતા બાદ બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને ફરવા જવાનું
નક્કી કર્યું હતું. ઘરે કોઈને કહ્યા વિના 14-10-24ના રોજ ફરવા જતા પતિએ પોલીસમાં જાણ
કરી દીધી હતી અને પોતે પરત આવી ગઈ હતી. પોતાની ભૂલ સ્વીકારી હવે સંબંધ નહીં રાખે તેવું
તેણીએ પરિવારને જણાવ્યું હતું પરંતુ તે પછી ચિરાગ બે સંતાનને જાનથી મારી નાખવાની ધમકી
આપી જાતીય સંબંધ રાખવાની માગણી કરતો અને ચારિત્ર્ય બાબતે ખોટી રીતે બદનામ કરવાની અને
ઘરેથી ઉપાડી જવાની ધમકી આપતો હોવાથી પતિને વાત કરતા અંતે ફરિયાદ નોંધાવી હતી.