વાહનચાલક
વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ : આરોપી સામે કડક કાર્યવાહી કરવા માગણી
ભાવનગર,
તા.13: ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર બનેલા હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલાનું મૃત્યુ
નિપજ્યુ છે, જ્યારે અન્ય એક સગીર યુવતીને ઈજા પહોંચી હતી. વાઘાવાડી રોડ પર ગત રાત્રિના
બેફામ સ્પિડે જઈ રહેલી એક કારે મહિલા અને સગીરાને અડફેટે લીધી હતી. બનાવ અંગે નિલમબાગ
પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
શહેરના
વાઘાવાડી રોડ પર બુધવારે રાત્રે કાળિયાબીડ સાગવાડી વિસ્તારમાં રહેતા મીનાબેન અશ્વિનપુરી
ગૌસ્વામી અને તેમના દેરાણી સોનલબેન ધર્મેશપુરી ગૌસ્વામી વોકિંગ કરવા નિકળ્યા હતા તે
સમયે કાળિયાબીડ પાણીની ટાંકીથી સ્વામીનારાયણ મંદિરથી થોડે આગળ પુરપાટ સ્પિડે આવેલી
થાર કારે સોનલબેનને પાછળથી અડફેટે લઈ અકસ્માત સર્જયો હતો. જેમાં સોનલબેનનું મૃત્યુ
નિપજ્યુ હતું. ઉપરાંત આ કારે વાઘાવાડી રોડ પર ક્લાસિસમાંથી ઘરે જઈ રહેલી રાણીકા આરબવાડ
વિસ્તારમાં રહેતી એક 17 વર્ષની સગીર યુવતીને પણ અડફેટે લીધી હતી. જેને હોસ્પિટલમાં
પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો
નેંધાયો છે.
આ બનાવ
મામલે કારચાલક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા અંગે મૃતકના પરિવારજનોએ ડીવાયએસપીને આવેદન
પાઠવી માગણી કરી છે.