ત્રણ
સાંસદનો અમેરિકી સંસદમાં પ્રસ્તાવ, ભારત પરનો ટેરિફ હટાવો
વોશિંગ્ટન,
તા.13 : અમેરિકાના ત્રણ સાંસદ ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ઊંચા ટેરિફને પડકાર ફેંક્યો છે. આ સંસદ
સભ્યોએ અમેરિકાની સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેનો હેતુ ભારતથી આવનારા સામાન
પર લગાવાયેલા 50 ટકા ટેરિફને હટાવવાનો છે. સાંસદો અનુસાર આ ટેરિફ ગેરકાયદે છે અને અમેરિકા માટે નુકસાનકર્તા છે. અને
તેનું સૌથી વધુ નુકસાન સામાન્ય અમેરિકન નાગરિકોને જ થઈ રહ્યું છે. ડેબોરા રોસે કહ્યું
કે તેના રાજ્ય નોર્થ કેરોલિનામાં ભારતથી ઘણું રોકાણ આવે છે. હજારો નોકરીઓ ભારતીય કંપનીઓ
સાથે જોડાયેલી છે આ ટેરિફ એ સંબંધોને નુકસાન પહોંચાડી રહ્યા છે. માર્ક બીજીએ તેને સામાન્ય
અમેરિકન પર વધારાનો કર લેખાવ્યો હતો. તેમણે કહ્યું કે સામાન મોંઘો થવાથી લોકો પર વધારાનો
બોજ પડયો છે. ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું કે આ ટેરિફ સપ્લાય ચેનને
તોડી રહ્યા છે. ભારત સાથે સંબંધ મજબૂત બનાવવાની
જરૂર છે, બગાડવાની જરૂર નથી.