• રવિવાર, 14 ડિસેમ્બર, 2025

કેરળ મનપા ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય

કઉનો તિરુવનંતપુરમ ગઢ ધરાશાયી : કોંગ્રેસ ત્રીજા સ્થાને

તિરુવનંતપુરમ, તા.13 : કેરળના રાજકીય પરિદૃશ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ મચી છે. ભારતીય જનતા પાર્ટી એ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક વિજય મેળવી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) પાસેથી સત્તા આંચકી લીધી છે.

આ એ જ કોર્પોરેશન છે જેના પર એલડીએફનો ચાર દાયકાથી વધુ સમયથી કબજો હતો. રાજધાનીમાં સત્તા પરિવર્તનને ડાબેરી મોરચા માટે મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે. તિરુવનંતપુરમ માત્ર કેરળનું વહીવટી પાટનગર નહીં પરંતુ રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ મતવિસ્તાર છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂર આ લોકસભા બેઠક પરથી સતત ચાર વખત સાંસદ ચૂંટાયા છે જેના કારણે આ મતવિસ્તાર લાંબા સમયથી કોંગ્રેસ અને ડાબેરી મોરચાનો ગઢ માનવામાં આવે છે. પરિણામે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની જીતથી રાજ્યના રાજકારણમાં નવી રાજકીય ગતિશીલતાનો ઉદ્ભવ થયો છે.

રાજકીય વિશ્લેષકો અનુસાર આ જીત વિધાનસભા ચૂંટણીમાં 2-3 બેઠક જીતવા કરતાં ઘણી મહત્ત્વપૂર્ણ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા મોટા શહેરી સંસ્થામાં સત્તા મેળવવી એ સૂચવે છે કે શહેરી મતદારો પરંપરાગત રાજકીય ધ્રુવીકરણના વિકલ્પો શોધી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક