ધર્મશાળાના
મેદાનમાં જોવા મળશે ટક્કર : શ્રેણીમાં બઢત બનાવવા બન્ને ટીમ મેદાનમાં ઉતરશે
નવી
દિલ્હી, તા. 13 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીનો ત્રીજો મુકાબલો
ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. શ્રેણી વર્તમાન સમયે
ટક્કરની છે અને 1-1થી બરાબર છે. પહેલા મેચમાં ભારતને જીત મળી હતી. જ્યારે બીજો મેચ
દક્ષિણ આફ્રિકાએ જીત્યો હતો. હવે ધર્મશાળામાં પણ એક રોમાંચક મુકાબલાની પુરી આશા છે.
ધર્મશાળાના
મેદાનમાં સારો બાઉન્સ અને હવામાનના કારણે ફાસ્ટ બોલર અને બેટ્સમેનોને વધારે મદદ મળે
છે. વધુમા બેટ્સમેનો ખુલીને રન પણ બનાવે છે. જ્યારે શરૂઆતી ઓવરમાં ફાસ્ટ બોલર ખુબ જ
ધાતક સાબિત થઈ શકે છે. ફાસ્ટ બોલર અને બેટ્સમેન વચ્ચે સારી સ્પર્ધા જોવા મળી શકે છે.
જ્યારે
સ્પીનર્સને
વધારે મદદ મળતી નથી. તેમ છતા મીડલ ઓવરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ડયુના કારણે
જે ટીમ ટોસ જીતશે તે પહેલા બોલિંગ કરવા ઈચ્છશે. ધર્મશાળામાં અત્યારસુધીમાં 11 મેચ રમાયા
છે. જેમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમે ચાર અને બીજા નંબરે બેટિંગ કરનારી ટીમે છ મુકાબલા
જીત્યા છે. આ મેદાનમાં પહેલી ઈનિંગનો સરેરાશ સ્કોર 137 રનનો છે.
એક્યુવેધર
અનુસાર રવિવારે ધર્મશાળામાં મહત્તમ તાપમાન
ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી
રહેશે. ઠંડીની અસર રહેશે પણ વરસાદની સંભાવના નહિવત છે. અગાઉના મેચની વાત કરવામાં આવે
તો પહેલો ટી20 મેચ કટકમાં રમાયો હતો. જેમાં ભારતે પહેલા બેટિંગ બરતા 175 રન કર્યા હતા.
જેના જવાબમાં આફ્રિકાની ટીમ 74 રનમાં ઓલઆઉટ થઈ હતી અને ભારતને 101 રને જીત મળી હતી.બીજો
મેચ ચંડીગઢ રમાયો હતો. જેમાં દક્ષિણ આફ્રિકાએ 51 રને જીત નોંધાવી હતી.