બે
ત્રણ વર્ષમાં 1000 મેચ જીતવાનું સપનું પૂરું થવાની સંભાવના : ઉપલબ્ધી મેળવનારી ઓસ્ટ્રેલિયા
એકમાત્ર ટીમ
નવી
દિલ્હી, તા. 13 : આઈસીસી વનડે અને ટી20 રેન્કિંગમાં નંબર-1 ટીમ ઈન્ડિયાનું સપનું હવે
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1000 મેચ જીતવાનું છે. 1932મા ભારતે પહેલો ઈન્ટરનેશનલ મેચ રમ્યો
હતો પણ પહેલી જીત મેળવવા માટે 20 વર્ષ આકરી મહેનત કરવી પડી હતી. ભારતને ઈન્ટરનેશનલ
ક્રિકેટમાં પહેલી જીત 1952મા ઈંગ્લેન્ડ સામે
મળી હતી. ભારતીય ક્રિકેટને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓળખ ત્યારે મળી હતી જ્યારે ટીમ ઈન્ડિયાએ
કપિલ દેવની આગેવાનીમાં 1983નો વિશ્વકપ જીત્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમ નવી ઉંચાઈએ
જવા લાગી હતી. આ દરમિયાન ઘણા ઉતારચડાવ આવ્યા હતા પણ ભારતે વિશ્વ ક્રિકેટમાં ધીરે ધીરે
દબદબો બનાવ્યો હતો.
ટીમ
ઈન્ડિયા અત્યારસુધીમાં બે વનડે વિશ્વક, બે ટી20 વિશ્વકપ અને ત્રણ આઈસીસી ચેમ્પિયન્સ
ટ્રોફી જીતી ચુક્યું છે. ભારતનું સપનું હવે 1000 મેચ જીતવાનું છે. 1932થી ટીમ ઈન્ડિયાએ
અત્યારસુધીમાં ટેસ્ટ, વનડે અને ટી20 મળીને 1931 મેચ જીત્યા છે. જેમાં 928 મેચમાં જીત
મેળવી છે જ્યારે 709 મેચમાં હાર મળી છે. 18 મેચ ટાઈ રહ્યા છે અને 224 મેચ ડ્રો થયા
છે જ્યારે 52 મેચનું પરિણામ આવી શકયું નથી.
ભારતને
1000 મેચ જીતવાનો આંકડો પાર કરવામં હજી ઘણી મહેનત કરવી પડશે કારણ કે હજી અંતર 72 મેચનું
છે. ભારતે પહેલી જાન્યુઆરી 2023થી અત્યારસુધીમા 153 મેચ જીત્યા છે અને 103મા જીત મેળવી
છે. આ સરેરાશ જોવામાં આવે તો તેનાથી અંદાજ લગાડી શકાય તેમ છે કે આગામી બેથી ત્રણ વર્ષમાં
ભારત 1000 જીતના આંકડા સુધી પહોંચી શકશે. ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે
મેચ જીતનારી બીજા નંબરની ટીમ છે. પહેલા ક્રમાંકે ઓસ્ટ્રેલિયા છે. જેણે 1000થી વધારે
મેચ જીત્યા છે.