20
અમેરિકી રાજ્ય અદાતલમાં : નવી વિઝા ફીથી દેશમાં શિક્ષકો, તબીબોની અછત વધશે
વોશિંગ્ટન,
તા. 13 : અમેરિકાએ ‘ટ્રમ્પની ગોલ્ડકાર્ડ’ વિઝા માટે નવ કરોડની મહાકાય ફી નક્કી કરતા
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘરમાં જ ઘેરાયા છે.
કેલિફોર્નિયા
સહિત કુલ 20 અમેરિકી રાજ્યએ ગોલ્ડકાર્ડના ફેંસલા વિરુદ્ધ અદાલતમાં કેસ કર્યો છે. આ
રાજ્યોએ ટ્રમ્પ પ્રશાસનની નવી વિઝા ફીને પૂર્ણ પણે ગેરકાનૂની લેખાવી હતી.
ગોલ્ડકાર્ડ
વિઝા નીતિના કારણે હોસ્પિટલો, શાળાઓ, યુનિવર્સિટીઓ, સરકારી સેવાઓમાં પહેલાંથી છે તે
તબીબો, શિક્ષકોની અછત વધુ ગંભીર બનશે. તેવું રાજ્યોએ જણાવ્યું હતું.
રાજ્યોનો
તર્ક છે કે, એચ-વન બી વિઝાની ફી એકથી છ લાખ રૂપિયા સુધી હતી, પરંતુ હવે સંસદની મંજૂરી
વિના અચાનક ફીમાં આટલો જંગી વધારો ગેરકાયદે છે. સાથોસાથ આ ફી વિઝા પ્રોસેસિંગમાં થતા
વાસ્તવિક ખર્ચ કરતા સેંકડો ઘણી વધારે છે. 20 રાજ્યએ આ પગલાંને પ્રશાસનિક પ્રક્રિયા
અધિનિયમનો ભંગ લેખાવ્યું હતું.
ગોલ્ડકાર્ડની
સૌથી વધુ અસર સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ પર પડશે. શાળાઓ, યુનિવર્સિટીઓ, હોસ્પિટલને
વિઝામાં છૂટછાટ મળી હતી.
હવે
એક એક વિદેશી શિક્ષક કે તબીબ લાવવામાં નવ કરોડનો ખર્ચ થશે, જેના પગલે સંસ્થાઓ સેવાઓ
ઘટાડશે તો અરાજકતાની સ્થિતિ સર્જાશે.