• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

અંકલેશ્વર જીઆઈડીસીમાં પેકેજિંગ કંપનીમાં આગજની: અન્ય બે કંપની પણ આગ પ્રસરી

વિકરાળ આગને કાબૂમાં લેવા કલાકો સુધી ભારે દોડધામ, સદનશીબે જાનહાનિ ટળી

વડોદરા, તા.10: અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાકડાના બેલેટ બનાવતી જયંત પેકેજિંગ કંપનીમાં આજે વહેલી સવારે એકાએક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી અને આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા પાનોલી, અંકલેશ્વર સહિતના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાનોલી ડીપીએમસી, અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. લાકડાના બેલેટ બનાવતી જયંત પેકેજિંગ કંપનીમાં લાગેલ આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં આગે આસપાસમાં આવેલી અન્ય બે નાની કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઇ લીધી હતી. ઘટનાની જાણ થતા જ જીપીસીબી, એસડીએમ, ડીઆઈએસએચની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ પણ મોડી સાંજ સુધી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી નહોતી અને આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. આ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઇ હોવાનું પણ સામે આવ્યું નથી.

Budget 2024 LIVE