• શનિવાર, 13 જુલાઈ, 2024

કબાટની અંદર આતંકી અડ્ડો ! કુલગામમાં મળેલા

છૂપા બંકરથી સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી

નવીદિલ્હી, તા.8: જમ્મુ-કાશ્મીરનાં કુલગામમાં બે સ્થાને થયેલી મૂઠભેડમાં સુરક્ષાદળોએ છ આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો હતો  અને આ આતંકીઓનાં ઠેકાણાનો એક વીડિયો બહાર આવતા બધા જ અચંબિત રહી ગયા છે. જેમાં જોવા મળે છે કે, એક ઘરની અલમારીની ભીતર આતંકવાદીઓએ સુરંગ અને બંકર જેવો છૂપો અડ્ડો પણ બનાવી રાખ્યો હતો. બહારથી જોવામાં આવે તો આ ઠેકાણાને એવી રીતે છૂપાવી રાખવામાં આવ્યું હતું કે, તેને જોતા કોઈને ખ્યાલ ન આવે કે અંદર કોઈ બંકર છે કે નહીં. આ વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓને પણ ચોંકી ઉઠી છે. પોલીસ અને સુરક્ષાદળોની તપાસમાં આ આતંકી ઠેકાણું બહાર તો આવ્યું છે પણ હજી સુધી તેનાં વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ઇ-પેપરના નવા શુલ્ક