• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

વારાણસીમાં 10 મંદિરમાંથી હટાવાઈ સાંઈબાબાની મૂર્તિ

શાત્રને ટાંકી સનાતન રક્ષક દળની કાર્યવાહી

વારાણસી, તા.1 : વારાણસીના મંદિરોમાંથી સાંઈ બાબાની મૂર્તિ હટાવવાનું શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં બડા ગણેશજી મંદિર, પુરુષોત્તમ મંદિર સહિત 10 મંદિરમાંથી હટાવાઈ ચૂકી છે. સનાતન રક્ષક દળ તરફથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેનું કહેવું છે કે અત્યાર સુધી અજ્ઞાનતવશ પૂજા કરવામાં આવી રહી હતી. એટલે મૂર્તિ હટાવાઈ રહી છે. પૂરા સમ્માન સાથે મંદિર પ્રશાસનની મંજૂરી બાદ કપડામાં વિટીને મૂર્તિ હટાવવાનું શરૂ કરાયું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ શંકરાચાર્ય સ્વારપાનંદ સરસ્વતીએ સાંઈ પૂજાનો વિરોધ કર્યો હતો ત્યાર બાદ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાત્રી પણ વિરોધમાં આગળ આવ્યા હતા. સનાતન રક્ષક દળે કહ્યું કે અમે સાંઈના વિરોધી નથી. શાત્રો મુજબ કોઈ પણ દેવાલય કે મંદિરમાં મૃત મનુષ્યોની પૂજા થઈ શકે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024