• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

ઘૂસણખોરો મહાજોડાણની મતબેન્ક : શાહ

બિહારમાં સીતામંદિરનું ભૂમિપૂજન કરતા ગૃહમંત્રીના SIR મુદ્દે વિપક્ષ પર પ્રહાર

સીતામઢી, તા. 8 : દેશના ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે અહીં માતા સીતામંદિરનું ભૂમિપૂજન કરતાં વિપક્ષી જોડાણ પર આકરા પ્રહાર કર્યા હતા. શાહે કહ્યું હતું કે, ઘૂસણખોરો મહાજોડાણની મતબેન્ક છે.

અનરાધાર વરસાદ વચ્ચે ગૃહપ્રધાને સીતામંદિરની પહેલી  ઈંટ મૂકીને પાયાવિધિ કરી હતી. ભૂમિપૂજન માટે 21 તીર્થની માટી અને 11 નદીનું જળ મગાવાયું હતું.  અમિત શાહે એસઆઈઆર પર રાહુલ અને લાલુપ્રસાદ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, જે ભારત દેશમાં જન્મ્યા જ નથી તેમને મત આપવાનો અધિકાર નથી. હકીકત કંઈક એવી છે કે, ઘૂસણખોરો મહાજોડાણની વોટબેન્ક છે. એટલે જ મતદારયાદી સુધારણાથી મહાજોડાણના પક્ષો પરેશાન છે. જનતા બતાવે કે, ઘૂસણખોરોને મતદારયાદીમાંથી બહાર કાઢવા જોઈએ કે નહીં, તેવો સવાલ શાહે કર્યો હતો. ગૃહમંત્રીએ પ્રહાર કરતાં કહ્યું હતું કે, બાંગલાદેશથી આવીને બિહારના યુવાનોની નોકરી ખાઈ  જનારા ઘૂસણખોરોને લાલુપ્રસાદ યાદવ અને કોંગ્રેસ બચાવવા માગે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક