સુપ્રીમ કોર્ટનો આદેશ : હાઇકોર્ટ ફેંસલો નહીં લે ત્યાં સુધી સંચાલન પર પાબંદી રહેશે
નવી
દિલ્હી, તા. 8 : સુપ્રીમ કોર્ટે શુક્રવારે બાંકેબિહારી ટ્રસ્ટ પર અસ્થાયી રોક લગાવી
દીધી હતી. અદાલતે કહ્યું હતું કે, બાંકેબિહારી મંદિર ન્યાસ વટહુકમ હેઠળ સમિતિનાં સંચાલન
પર રોક મુકાય છે. સર્વોચ્ચ અદાલતે વટહુકમની બંધારણીય માન્યતાને પડકાર ફેંકતી અરજી હાઇકોર્ટને મોકલી આપી હતી. હકીકતમાં 15 મેના સુપ્રીમે ઉત્તરપ્રદેશની
સરકારને મંદિરનાં ધનનો ઉપયોગ કોરિડોર વિકાસ માટે કરવા અને આસપાસ પાંચ એકર જમીન સંપાદનની
છૂટ આપી હતી.શરત એ હતી કે, સંપાદિત જમીનની નોંધણી ઠાકરજીનાં નામે થશે. ત્યારબાદ,
26 મેના પ્રદેશ સરકારે વટહુકમ જારી કરી મંદિરની સંભાળ માટે ટ્રસ્ટ (ન્યાસ) બનાવવાની
વ્યવસ્થા કરી હતી.
મંદિર
સંચાલન અને ભક્તોની સુવિધાઓની જવાબદારી ‘શ્રી બાંકેબિહારીજી મંદિર ન્યાસ’ દ્વારા નિભાવવાની
હતી.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હાઇકોર્ટ આ મામલામાં ફેંસલો નહીં લઇ લે, ત્યાં
સુધી સમિતિનાં સંચાલન પર રોક રહેશે.એ દરમ્યાન, મંદિરનાં સુચારુ સંચાલન માટે એક સમિતિની
રચના કરાશે, જેનું પ્રમુખપદ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ સંભાળશે.