કેજરીવાલની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો
અમૃતસર,
તા.9 : પંજાબ દેશનું પહેલુ એન્ટિ ડ્રોન સિસ્ટમવાળુ રાજય બન્યું છે. રાજ્યમાં ડ્રગ્સ
અને હથિયારોની ડ્રોન દ્વારા તસ્કરી રોકવા આમ આદમી પાર્ટીની સરકારે 3 એન્ટિ ડ્રોન સિસ્ટમ
પંજાબ પોલીસને સોંપી હતી.
આવી આધુનિક સિસ્ટમથી સજ્જ થનારુ પંજાબ દેશનું પહેલુ
રાજ્ય હોવાનો દાવો કરાયો છે. તરનતારનમાં યોજાયેલા એક ઉદ્ઘાટન સમારોહમાં આમ આદમી પાર્ટીના
મુખિયા અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી માન સાથે હાજર રહ્યા હતા. સંબોધનમાં તેમણે કહ્યંy
કે પંજાબમાં નશો એક સૌથી મોટી સમસ્યા છે. પૂર્વ સરકારોએ તસ્કરો સાથે મિલીભગતથી રાજ્યના
ઘરે ઘરે નશો પહોંચાડી દીધો છે. પંજાબ જાણે પૂરી રીતે બરબાદ કર્યું હોય તેવું લાગતું
હતું.
તેમણે
દાવો કર્યો કે આમ આદમી પાર્ટીની સરકાર આવ્યાબાદ નશા વિરુદ્ધ યુદ્ધ છેડયું છે. કેટલો
પણ મોટો મંત્રી હોય, અધિકારી હોય અમે કોઈને છોડયા નથી. સૌને પકડી પકડીને જેલમાં ધકેલ્યા
છે.