ભારતના ખેડૂતો-નિકાસકારોને મોટું નુકસાન
નવી
દિલ્હી તા.9 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પ0 ટકા અને પાકિસ્તાન
પર 19 ટકા ટેરિફ લાદ્યો છે. તેમના આ નિર્ણયથી બાસમતી ચોખાની નિકાસ કરતાં પાકિસ્તાની
ખેડૂતો માલામાલ થયા છે અને ભારતના ખેડૂતોને મોટું નુકસાન થશે.
ભારત
અને પાકિસ્તાન પર અમેરિકાએ લગાવેલા ટેરિફમાં ભારે અંતર હોવાથી તેનાથી બન્ને દેશના નિકાસકારોને
સીધી અસર થશે. ભારતના ખેડૂતો અને નિકાસકારો ચિંતિત છે તો પાકિસ્તાની ખેડૂતો અને નિકાસકારોને
ફાયદો જ ફાયદો દેખાઈ રહ્યો છે કારણ કે ભારતના ઉંચા ટેરિફથી ભારતના બાસમતી ચોખા સહિતની
નિકાસ ઘણી મોંઘી થશે અને પાકિસ્તાનની નિકાસ સસ્તી હોવાથી તેના ખરીદદારો વધશે. ટ્રમ્પ
ટેરિફને કારણે બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે.
જાણકારો
અનુસાર ટેરિફના તફાવતને કારણે ભારતથી બાસમતી ચોખાની આયાતમાં 1 ટનના સરેરાશ 600 ડોલર
થશે જેની સામે પાકિસ્તાની ચોખાનો ભાવ રર8 ડોલર આસપાસ રહેશે.