તપાસ એજન્સીઓના વકીલોને તેડું મોકલવા મામલે સ્વયં સંજ્ઞાન લીધુ, ચુકાદો સુરક્ષિત
નવી
દિલ્હી, તા.1ર : સુપ્રીમ કોર્ટે ખૂદને દેશના દરેક નાગરિકના સંરક્ષક ગણાવી છે. કોર્ટે
અનેક કેસમાં તપાસ એજન્સીઓ તરફથી કલાઈન્ટનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલોને તેડું મોકલવા
મામલે સ્વયં સંજ્ઞાન લઈ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
સીજેઆઈ
બીઆર ગવઈ, ન્યાયમૂર્તિ વિનોદ ચંદ્રન, ન્યાયમુર્તિ એનવી અંજારિયાની ખંડપીઠે સોલિસિટર
જનરલ તુષાર મેહતાની અરજી પર સુનાવણી વખતે મંગળવારે કહ્યંy કે અમે દેશના દરેક નાગરિકના
સંરક્ષક છીએ. સુનાવણી વખતે મેહતાએ કહયુ કે ન્યાય તંત્રનો એક ભાગ હોવા તરીકે વકીલોને સંરક્ષણ આપવું જોઈએ.
કોઈ વકીલને કોઈ ગુનામાં સામેલ થવા મુદે, ખંડપીઠે કહ્યું કે તેણે પહેલા જ સ્પષ્ટ કરી
દીધુ છે કે પુરાવા સાથે છેડછાડ અથવા તેને ઉભા
કરવા મુદ્દે સલાહ આપવાની તેમની સામાન્ય કાર્ય પ્રણાલીથી કોઈ ભટકાવ તેમને મળેલી પ્રતિરક્ષાને
સમાપ્ત કરી દેશે.
મેહતાએ
કહ્યંy કે તપાસ એજન્સીઓએ કયારેય કોલ વકીલને વ્યવસાયિક અભિપ્રાય આપવા અંગે બોલાવવા ન
જોઈએ. વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લૂથરાએ કહ્યંy કે મુદ્દો ન્યાય સુધી પહોંચવાનો છે. તાજેતરમાં
એક વકીલ પર એ આધારે એફઆઈઆર નોંધવામાં આવી કે તેમના કલાઈન્ટે કહયું હતુ કે તેમણે તેમને
નોટરીકૃત સોગંદનામુ આપવા અધિકૃત કર્યા ન હતા. સુનાવણીમાં સુપ્રીમે કહ્યંy કે તે વકીલોના
બે વર્ગ બનાવી ન શકે. સુપ્રીમે આગ્રહ કર્યો કે તમામ માટે કાયદો બનાવવામાં આવે પરંતુ
દેશના પરિદૃશ્યને ધ્યાનમાં રાખવામાં આવે.