નવી દિલ્હી, તા.12: ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં સુધારાનો સકારાત્મક સંકેત મળી રહ્યો છે. 2020માં ગલવાન ઘર્ષણ અને કોરોના મહામારી બાદથી બંધ પડેલી સીધી વિમાન સેવા હવે ફરીથી શરૂ કરી દેવા માટે બન્ને દેશ ઝડપથી પગલા ભરી રહ્યાં છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર સરકારે એર ઈન્ડિયા અને ઈંડિગો જેવી એરલાઈન્સને ઓક્ટોબરથી શરૂ થતી શિયાળુ સીઝન સુધીમાં ચીનની ફ્લાઈટ શરૂ કરવાનાં નિર્દેશ આપી દીધા છે. આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટથી બે દિવસ માટે ચીનનાં પ્રવાસે જાય તે પૂર્વે બન્ને દેશ વચ્ચે આ સકારાત્મક પ્રગતિ થતી દેખાઈ રહી છે.