• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

આતંકીઓ જગન્નાથ મંદિર નષ્ટ કરશે : પુરીની દીવાલો ઉપર લખાણ

પીએમ મોદીનું પણ ધમકીમાં નામ : પોલીસે શરૂ કરી તપાસ

 

પુરી, તા. 13 : ઓરિસ્સાના પુરીમાં જગન્નાથ મંદિર પાસે દિવાલો ઉપર આતંકવાદી હુમલાની ધમકીના સંદેશ લખાયેલા મળી આવ્યા હતા. આ ઘટના બાદ હડકંપ મચી ગયો હતો. 12મી શતાબ્દીના આ પ્રસિદ્ધ મંદિરની આસપાસ લખવામાં આવેલી આ ચેતવણી ઉડિયા અને અંગ્રેજી ભાષામાં લખવામાં આવી હતી. મંદિર પાસે આવેલા એક અન્ય નાના મંદિરની દિવાલ ઉપર પણ ધમકીઓ લખવામાં આવી હતી. જે પરિક્રમા માર્ગની નજીક છે.

ધમકીમાં અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યું હતું કે આતંકવાદી જગન્નાથ મંદિર ઉપર હુમલો કરીને તેને નષ્ટ કરી દેશે. ધમકીમાં મોદીનો ઉલ્લેખ કરવાની સાથે અમુક મોબાઈલ નંબર  લદીને સંપર્ક કરવાનો નિર્દેશ કરાયો હતો. જો કે સ્થાનિક લોકોએ તાકીદે ધમકીભર્યા લખાણને હટાવી દીધું હતું. તેની પહેલા તમામ સુચના પુરા શહેરમાં ફેલાઈ જતા લોકોમાં ડરનો માહોલ બની ગયો હતો.

ધમકીની સાથે હેરિટેજ કોરિડોલરમાં લાગેલી લાઈટોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ વિસ્તાર સતત સીસીટીવી અને પોલીસ પેટ્રોલિંગના દાયરામાં રહે છે. તેમ છતા લખાણો સામે આવતા સુરક્ષા વ્યવસ્થા ઉપર ગંભીર સવાલ ઉભા થયા છે. સમગ્ર બનાવમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફુટેજની સમીક્ષા થઈ રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક