• શનિવાર, 13 જુલાઈ, 2024

કોલેજોમાં નવી શિક્ષણ નીતિની અમલવારીના નથી કોઈ ઠેકાણા

15મીથી સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન કોલેજો, ભવનોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું આયોજન ?

રાજકોટ, તા. 5: વર્ષ 2020થી જાહેર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ત્રણ વર્ષમાં જુની તો નહીં પરંતુ જાણીતી થઈ જવી જોઈએ. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે તે હજુ નવી અને અજાણી હોય એવી સ્થિતિ પ્રવર્તે છે. આગામી તારીખ 15મી જુનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ભવનોમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ના અમલ સાથે શિક્ષણ કાર્ય શરૂ થવા જઈ રહ્યંy છે પરંતુ તેના ગણતરીના દિવસો પહેલા નવી શિક્ષણ નીતિની અમલવારી, આયોજન, વ્યવસ્થાના ઠેકાણા નથી.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ માટે એક સાથે બે કોર્સની ડિગ્રી મેળવવાનો, અભ્યાસક્રમોમાં મલ્ટીપલ ચોઈસ સહિતના અનેક વિકલ્પો આપવામાં આવ્યા છે. જોકે તેનો લાભ વિદ્યાર્થીઓને મળી શકે તે માટે સંસ્થાનું આયોજન સ્પષ્ટ હોય ત્યાં વિદ્યાર્થીઓ દિશાવિહીન બની જાય એવી ભીતિ છે.

કાલાવડ રોડ પર આવેલી કણસાગરા કોલેજના પ્રિન્સિપાલ પ્રો. ડો. રાજેશભાઈ કાલરીયાએ જણાવ્યું હતું કે ‘સાચી સ્થિતિની જાણ ત્યારે થાય, જ્યારે વિદ્યાર્થી પોતાના વિષયની ચોઈસ રજુ કરે. કારણ કે નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીને દરેક જૂથમાં 30-30 જેટલા વિષયો આપવામાં આવેલા છે. કોલેજોમાં એટલા અધ્યાપકો પણ હોતા નથી. આના વિકલ્પે વિદ્યાર્થીઓ સ્વયં પોર્ટલ પર જઈને અભ્યાસ કરે અને તેની પ્રમાણિત લેખિત ખાતરી આપે ત્યારે જે-તે કોલેજ તેના 4 ક્રેડીટ પોઈન્ટ યુનિવર્સિટીને મોકલાવશે. પરંતુ સમગ્ર મામલામાં સૌથી મહત્વની વાત છે તેના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા. માટે અમે અમારી કોલેજના શરૂઆતના ત્રણ દિવસ વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિની માહિતી આપીશું અને તેમને તેના લાભ લેવા માર્ગદર્શિત કરીશું. વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક