• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

એશિઝ સિરીઝ પર મેકગ્રાની ભવિષ્યવાણી: ઓસ્ટ્રેલિયા 5-0થી ક્લીનસ્વીપ કરશે

નવી દિલ્હી, તા.8: ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચેની આગામી બહુપ્રતિક્ષિત એશિઝ સિરીઝ શરૂ થવાને હજુ ત્રણ મહિના બાકી છે. એ પહેલા જ ઓસ્ટ્રેલિયના પૂર્વ દિગ્ગજ બોલર ગ્લેન મેકગ્રાએ ભવિષ્યવાણી કરી છે. મેકગ્રાએ કહ્યંy છે કે ઓસ્ટ્રેલિયા આ સિરીઝમાં પ-0થી ક્લીનસ્વીપ કરશે. એશિઝ સિરીઝનો પ્રારંભ 21 નવેમ્બરથી પર્થમાં થશે. મેકગ્રાએ તેની ભવિષ્યવાણી હાલમાં જ ભારત સામેના ઇંગ્લેન્ડના પ્રદર્શનના આધારે કરી છે. જે 2-2થી ડ્રો રહી હતી.

બીબીસી રેડિયો પર મેકગ્રાએ કહ્યંy કે હું મોટભાગે ભવિષ્યવાણી કરતો નથી, પણ એશિઝમાં મારી આગાહી છે કે ઓસ્ટ્રેલિયાનો પ-0થી વિજય થશે. મને મારી ટીમ પર પૂરો ભરોસો છે. પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને નાથન લિયોન ઘરેલું પરિસ્થિતિમાં સારો દેખાવ કરશે. આથી ઇંગ્લેન્ડની મુશ્કેલી વધશે. આ ઉપરાંત ઇંગ્લેન્ડનો ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ પણ બહુ સારો રહ્યો નથી.

ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા ધરતી પર આખરી એશિઝ સિરીઝ 2010-11માં જીતી હતી. ત્યારે 3-1થી વિજય થયો હતો. ઇંગ્લેન્ડ ટીમનો આખરી ઓસ્ટ્રેલિયા પ્રવાસ 2021-22માં હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાએ 4-0થી જીત મેળવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક