• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યૂઝ

કેપ્ટન સુર્યકુમાર યાદવે શરૂ કરી પ્રેક્ટિસ, ફિટનેસ ડ્રિલ્સ અને એરોબિક એક્સરસાઈઝ ઉપર પણ ધ્યાન

નવી દિલ્હી, તા. 9 : એશિયા કપ ક્રિકેટ 2025ની શરૂઆતમાં હવે વધુ સમય બાકી નથી. આ વખતે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ  યુએઈના બે શહેર દુબઈ અને અબુ ધાબીમાં રમવામાં આવશે. એશિયા કપની શરૂઆત નવમી સપ્ટેમ્બરથી થશે અને ખિતાબી મુકાબલો 28 સપ્ટેમ્બરના રોજ નિર્ધારીત છે.

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમનું એલાન અમુક દિવસમાં જ કરવામાં આવશે.આ દરમિયાન ભારત માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. ટી20 ટીમનો કેપ્ટન સુર્યકુમાર યાદવ ફીટ થઈ ચુક્યો છે અને મેદાન ઉપર વાપસી માટે પુરી રીતે તૈયાર છે. આઈપીએલ 2025ની સમાપ્તિ બાદ સુર્યકુમારે જર્મનીમાં સ્પોર્ટસ હર્નિયાની સર્જરી કરાવી હતી. સર્જરીના કારણે સુર્યકુમાર ત્રણ મહિના મેદાનની બહાર રહ્યો હતો.

હવે સુર્યકુમાર યાદવે બીસીસીઆઈના સીઓઈમાં અભ્યાસ શરૂ કરી દીધો છે. સુર્યકુમારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક વિડિયો શેર કર્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે સુર્યકુમાર જીમમાં મહેનત કરીને નેટસમાં બેટિંગ કરવા પહોંચ્યો હતો. સુર્યકુમાર એશિયા કપથી પહેલા નેટ્સમાં બેટિંગ ઉપરાંત ફિટનેસ ડ્રિલ્સ અને એરોબિક એક્સરસાઈઝ  ઉપર પણ ધ્યાન આપી રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક