જઘઋ ટીમનો વરાછા વિસ્તારમાં દરોડો
સુરત,
તા.ર9: સુરતના વરાછાની નહેરૂનગર ઝુપડપટ્ટીમાં આઈકોન પ્લાઝાની બાજુની ગલીમાં પોલીસે
દરોડો પાડી રૂ.29.67ની મતાની શંકાસ્પદ તંબાકુ તથા પાનમસાલાનો મુદ્દામાલ કબજે કરી વધુ
તપાસ હાથ ધરી છે.
શહેરમાં
પાનના ગલ્લા તથા બહારથી નકલી તંબાકુ તથા પાન મસાલા આવતા હોવાનું પોલીને ધ્યાને આવ્યુ
હતું. જે અનુસંધાને તે શોધી કાઢી તેમના વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમીશનરે
સુચના આપી હતી. તે મુજબ સુરત એસ.ઓ.જી.ના અધિકારી પો.સ.ઈ. એમ.ડી.સરવૈયા ટીમ બનાવી આવા
તંબાકુ વેચાણ કરતા તથા સંગ્રહ કરતા ઈસમો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન
મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે વરાછા વિસ્તારની નહેરૂનગર ઝુંપડપટ્ટીમાં આઈકોન
પ્લાઝાની બાજુની ગલીમાં દરોડો પાડી મારૂતિ ગોલ્ડ પાન મસાલાના મોટા પેકેટ નંગ 10, એમજીટી
ચેવિંગ ટોબેકોના મોટા પેકેટ નંગ 10, ઈન્ડિયાસ ફિનેસ્ટ બ્લેન્ડ પ કિ.ગ્રા.ના પેકેટ નંગ-6,
જે.કે.ટોબેકો 33ર0 પેકેટ નંગ 1ર00, ચૈની તંબાકુ પ્રિમીયમ ફિલ્ટર મોટા પાઉચ નંગ-330,
એચએમડી ટોબેકોના પેકેટ નંગ 1680 મળી કુલ કિ.રૂ.29,67,090ની મત્તાનો મુદ્દામાલ કબજે
કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
                            
                         
			   
                 
                                                                     
                     
                                     
                                    