• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

ધ્રાંગધ્રાના સોલડી પાસે કારે સ્કૂટરને ઠોકર મારતા એકનું મૃત્યુ

ધ્રાંગધ્રા, તા.30: ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના લઘરભાઈ નાનજીભાઈ જાદવ અને તેમના પાડોશી તલશીભાઈ મોતીભાઈ ચાવડા એક્ટીવા પર સવાર થઈને હળવદના રણમલપુરથી લૌકિક પ્રસંગેથી પરત ફરી રહ્યા હતા ત્યારે સોલડી ગામે જવાના વળાંક પર ઈકો કારના ચાલકે પુરપાટ ઝડપે આવી એક્ટીવાને અડફેટે લીધું હતું.

આ ગંભીર અકસ્માતમાં એક્ટીવા પર સવાર બંને વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન લઘરભાઈ જાદવનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઈકો કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક