હેરાફેરીમાં સંડોવાયેલા અમદાવાદના બુટલેગર સામે ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
મોડાસા,
તા.30 : અરવલ્લી જિલ્લાના મુખ્યમાર્ગો અને અંતરિયાળ માર્ગો પરથી બુટલેગરો વિદેશી દારૂ
વિવિધ વાહનો મારફતે રાજ્યમાં ઠાલવી રહ્યા છે. દરમિયાન મોડાસા ટાઉન પોલીસે બાજકોટ છાપરા
નજીક ઇકો કારમાંથી 1.32 લાખના દારૂ સહિત 2.83 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી અમદાવાદના
બુટલેગર શૈલેષ બજાણિયાને દબોચી લીધો હતો.
મોડાસા
ટાઉન પોલીસને ઇકો કારમાં બુટલેગરો વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ જઈ રહી હોવાની બાતમી
મળતાં ગરનાળા પાસે નાકાબંધી કરી બાતમી આધારિત ઇકો કારને અટકાવી અંદરથી બિયર અને વિદેશી
દારૂની રૂ.1,32,480ની કિંમતની 496 બોટલ જપ્ત કરી કેડિલા બ્રિજ નીચે વટવા જીઆઇડીસી નજીક
છાપરાં-અમદાવાદના રહેવાસી શૈલેષ કાળુ બજાણિયાને દબોચી લઇ વિદેશી દારૂ, મોબાઈલ અને કાર
મળી રૂ.2.83 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા
અમદાવાદના સંજય નામના બુટલેગર સામે ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 
 
                            
                         
			   
                 
                                                                     
                     
                                     
                                    