• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

ગાજણ ટોલ નાકાં પાસે ા.10 લાખનો દારૂ જપ્ત

ઈલેક્ટ્રિક સામાનની આડમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવતી એલસીબી

મોડાસા, તા.29: અરવલ્લી એલસીબીએ રૂા.10 લાખના દારૂ, ટ્રક અને ઈલેક્ટ્રીક સામાન સહિત રૂા.1,66,68,920/-નો મુદ્દામાલ પકડયો છે.

અરવલ્લી જિલ્લામાં પ્રોહીબીશન હેરાફેરીના ગુના શોધી કાઢવા અને માદક દ્રવ્યોની હેરાફેરી રોકવા અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી પોલીસ સખત કામગીરી કરી રહી છે. ત્યારે બાતમીના આધારે એલસીબીના પીઆઈ એચ.પી.ગરાસિયા અને સ્ટાફના માણસો ગાજણ ટોલ ટેક્ષ પાસે ચેકીંગ કરતા હતા તે દરમિયાન એક શંકાસ્પદ બંધ બોડીની ટ્રક આવતા તેની તપાસ કરી હતી. તપાસ કરતા ઈલેક્ટ્રિક સામાનની આડમાં રૂા.10,03,920ની કિંમતનો દારૂ, ટ્રક અને રૂા.1,41,60,000ની કિંમતનો ઈલેક્ટ્રિક સામાન મળી કુલ રૂા.1,66,68,920નો મુદામાલ કબજે કરી ટ્રક ચાલક રાજકુમાર રાજપૂત (રહે.દિલ્હી)ને પકડી કાર્યવાહી કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક