• શનિવાર, 27 જુલાઈ, 2024

  કમોસમનો કહેર: શનિ અને રવિવારે માવઠાની આગાહી  

 

રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી: માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા. 25: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં આ વર્ષે જાણે કે શિયાળા પછી સીધું જ ચોમાસું બેસી ગયું હોય એમ સતત માવઠા વરસ્યા છે. માર્ચ મહિનાથી આકરા તાપની શરૂઆત થઇ જતી હોય છે પરંતુ સતત વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાંથી આકરા તાપના બદલે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. માર્ચ બાદ પણ એપ્રિલ અને મે માસમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. જો કે મે મહિનામાં ધીમે ધીમે ઉનાળાએ આકરો મીજાજ બતાવવાની શરૂઆત કરી છે ત્યાં ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે 28 અને 29 મેએ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદરમાં કમોસમી વરસાદ વરસી શકે છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદ વરસવાની આગાહી છે. તો મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ભરૂચમાં પણ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાઇ શકે છે. ભારે પવન ફુંકાવાના પગલે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ દરમિયાન રાજયના તાપમાનમાં ઘટાડો નોંધાશે. ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 39 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 રહેશે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. અમરેલી જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેવાની શક્યતા સેવાય છે. જ્યારે વાતાવરણમાં 48% ભેજ રહેશે.

ભાવનગર: ભાવનગરમાં આજે 40 કિ.મી.ની ઝડપે ભારે પવન ફૂંકાવા છતાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોધાયું હતું. ગરમીને કારણે બપોરે લૂ ફેકાઇ હતી. જો કે સાંજે અને સવારે ભારે પવનને કારણે ગરમીમાં લોકોએ રાહત અનુભવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024