• શનિવાર, 13 જુલાઈ, 2024

છત્તીસગઢમાં નકસલીઓએ જવાનોની ટ્રક વિસ્ફોટથી ઉડાવી

બે કોબરા જવાન શહીદ: બીજાપુર-સુકમા સરહદે હુમલો: અન્ય સુરક્ષિત

સુકમા/બીજાપુર, તા.23 : છત્તીસગઢની સુકમા અને બીજાપુર સીમાએ સિલગેર અને ટેકલગુડમ વચ્ચે નક્સલીઓએ આજે પોલીસની એક ટ્રકને આઈડી વિસ્ફોટથી ઉડાવી દેતાં ઓછામાં ઓછા બે કોબરા જવાન શહીદ થયા હતા.

જાણકારી અનુસાર જગરગુંડા ક્ષેત્ર સ્થિત સિલગેર કેંપથી 201 વાહિનીના જવાનો ટ્રક અને બાઈક દ્વારા ટેકલગુડમ તરફ જઈ રહ્યા હતા. માર્ગમાં નક્સલવાદીઓએ આઈઈડી લગાડયા હતા અને જ્યારે જવાનોના વાહન પસાર થયાં તે સાથે જ વિસ્ફોટ થયો હતો.

વિસ્ફોટમાં ટ્રકનો ચાલક વિષ્ણુ આર અને સહચાલક જવાન શૈલેન્દ્ર શહીદ થયા હતા. બાકીના જવાનો સુરક્ષિત હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. આ જવાન રાશન લઈને જવાનકેમ્પ તરફ જઈ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ટેકલગુડમ અને તેની આસપાસનો વિસ્તાર નક્સલવાદી કમાન્ડર હિડમા અને દેવાનો ગઢ માનવામાં આવે છે. થોડા મહિના અગાઉ?જ અહીં સુરક્ષાદળોનો કેમ્પ સ્થાપવામાં આવ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક