• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

સીરિયામાં બળજબરીના સત્તાપલટાનો પડકાર

વિશ્વમાં વધતી જતી વસ્તીને લીધે વિરોધ આંદોલનો કે વિદ્રોહમાં લોકોની બેહિસાબ સામેલગીરીને લીધે સત્તાપલટાના બનાવોમાં ઉછાળો આવ્યો છે. દક્ષિણ કોરિયાથી માંડીને અફઘાનિસ્તાન, મ્યાંમાર, શ્રીલંકા, બાંગલાદેશ અને હવે આ યાદીમાં સીરિયાનો ઉમેરો થયો છે. ઇસ્લામમાં શિયા અને સુન્ની સંપ્રદાય વચ્ચેની તાણખેંચમાં વધુ એક રાષ્ટ્રમાં સુન્ની વિદ્રોહીઓએ સત્તા કબજે કરી છે.  સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ અસદની સરકારના શાસનનો અંત આવ્યો છે. સુન્ની વિદ્રોહીઓએ શિયા અસદને દેશ છોડીને નાસી જવાની ફરજ પાડી છે. સીરિયામાં અસદ પરિવારના શાસનના અંત સાથે ત્યાં હવે સુન્ની સરકાર સત્તા સંભાળશે એ વાત નક્કી થઇ ગઇ છે.   

અફઘાનિસ્તાન, બાંગલાદેશ અને હવે સીરિયા સુન્ની વિદ્રોહીઓ દ્વારા સત્તા હસ્તગત કરવાની સફળતા ખતરનાક જણાઇ રહી છે.  આવા સત્તાકબજા પરથી જણાઇ રહ્યંy છે કે, દુનિયામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઉપરાંત વૈશ્વિક કાયદા કે વ્યવસ્થાનું કોઇ વજૂદ રહ્યંy નથી. આરબ પ્રિંગના સમયગાળા દરમ્યાન મધ્ય-પૂર્વના નાના રાષ્ટ્રોમાં રાજાશાહી કે લશ્કરી સરમુખત્યારશાહીના અંત સાથે ત્યાં લોકશાહીની સ્થાપના થઇ શકશે એવી આશા જાગી હતી, પણ આ આશા ઠગારી નીવડી અને નબળા રાટ્રમાં નબળી સરકારોની સામે ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠનો મજબૂત બનતા ગયા. સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના આંતકને લીધે ત્યાં હાલત આમે પણ બહુ ખરાબ છે. અર્થતંત્ર બહુ ખરાબ હાલતમાં છે. લોકો ઉચાળા ભરીને યુરોપમાં ગેરકાયદે વસવા મરણિયા બન્યા છે. અસદે રશિયાની મદદથી જેમતેમ સરકાર ચલાવે રાખી હતી, પણ આ મધ્ય-પૂર્વ અને અખાતના દેશોના કુદરતી તેલ અને ગેસના ભંડાર પર આધિપત્ય જમાવવાના પશ્ચિમી પ્રયાસોને લીધે ત્યાં ઉગ્રવાદી તત્ત્વો માથું ઊંચકવા લાગ્યા છે. કહેવાય છે કે, સીરિયામાં સત્તા પરિવર્તન કરવામાં સફળ થયેલા સુન્ની વિદ્રોહી સંગઠન આઇએસનો પડછાયો છે. આમ ત્યાં સંઘર્ષ હજી શાંત પડે એમ જણાતું નથી. વળી વિદ્રોહીઓ દમાસ્કસમાં સત્તા આંચકી લીધા બાદ ઇરાનની એલચી કચેરીમાં ઘૂસ્યા હોવાના અહેવાલ શિયા સમુદાયના મોભી ઇરાન સામેના ભાવી પગલાંના સંકેત આપી જાય છે.   સીરિયા કે પછી બાંગલાદેશ હોય કે અફઘાનિસ્તાન હોય સરકારને હટાવવાની પદ્ધતિ આધુનિક વિશ્વ વ્યવસ્થા માટે પડકાર સમાન છે. ખરેખર તો આજના સમયમાં કોઇ સરકારને સત્તા પરથી દૂર કરવી હોય તો તેના માટે ધારાધોરણ છે. ભીડ કે વિદ્રોહના સહારે સત્તાપલટો જે-તે દેશ માટે અંધાધૂંધી, અરાજકતા અને ઉગ્રવાદનું કારણ બની શકે છે. રશિયાએ અસદની મદદ માટે લશ્કરી તાકાત કામે ન લગાડી તો હવે અમેરિકા ત્યાં લશ્કરી દરમ્યાનગીરી નહીં કરે. આવા સંજોગોમાં સીરિયાનું ભાવિ અંધકારમય જણાઇ રહ્યંy છે. સીરિયાના વિદ્રોહીઓ માટે બાવડા અને સંખ્યાબળના જોરે સત્તા કબજે કરવાનું સરળ રહ્યંy છે, પણ ચોમેર પડકારોથી ઘેરાયેલા દેશના અર્થતંત્રે ફરી પાટે ચડાવીને શાસન ચલાવવાનું કેટલું મુશ્કેલ બની રહેશે એ તો નજીકના ભવિષ્યમાં સામે આવી જશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025