• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

ભારતની સંરક્ષણ શક્તિમાં વધારો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળમાં વિનાશિકા આઈએનએસ સુરત, ફ્રિગેટ આઈએનએસ નીલગિરિ અને સબમરીન આઈએનએસ વાઘષિરનો સમાવેશ કરવાના કાર્યક્રમને સંબોધતાં જણાવ્યું છે કે ભારત વિશ્વનું મોટી વિશ્વસનીય જવાબદાર દરિયાઈ શક્તિ ધરાવતું રાષ્ટ્ર બની ગયું છે. ભારત વિસ્તારવાદ માટે નહીં, પરંતુ વિકાસ માટે કામ કરે છે એમ જણાવતાં તેમણે કહ્યું કે ભારતે કાયમ ખુલ્લા, સુરક્ષિત, સર્વસમાવેશક અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક પ્રદેશને ટેકો આપ્યો છે.

આ પહેલી વાર બની રહ્યું છે જ્યારે ભારતીય બનાવટની એક વિનાશિકા, એક ફ્રિગેટ અને એક સબમરીનને એકસાથે નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યાં છે. આ ત્રણે સ્વદેશી છે. ફ્રિગેટ યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતું હોય છે.

ભારતે આધુનિક હથિયાર, ટૅન્ક, મિસાઈલ, ફાઈટર પ્લેન, પરમાણુ સબમરીન, હાઈટેક યુદ્ધ જહાજો વગેરેથી પોતાની સૈન્ય ક્ષમતાને સજ્જ કરી છે. જેનાથી ભારતની સેના આજે વિશ્વની મોટી શક્તિશાળી સેના બની છે. સંયુક્ત રાષ્ટ્રની સેના શાંતિ સેનાદળમાં પણ ભારત મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. ભારત પોતાના પાડોશીઓનું રક્ષણ કરતું રહ્યું છે. હિંદ-પ્રશાંત મહાસાગર, અરબ સાગર, લાલ સાગર, ચીનની ખાડી વગેરે જળ ક્ષેત્રમાં મોટી નૌવહન શક્તિઓ છે. ગ્લૉબલ સાઉથમાં ભારત, ચીન પછી બીજી સૌથી મોટી સેનાશક્તિ છે, પરંતુ ચીનની સેનાશક્તિ પર બીજા દેશોને વિશ્વાસ નથી કારણ કે ચીનનો 13 પાડોશી દેશો સાથે સીમા વિવાદ છે અને ચીનની વિસ્તારવાદી નીતિ વિવાદોમાં રહી છે. ચીન કોઈના માટે પણ વિશ્વસનીય નથી. આ માટે ગ્લૉબલ સાઉથના કોઈપણ દેશ ચીનથી પોતાને સુરક્ષિત નથી સમજતા, જ્યારે કે ભારતને આખા વિશ્વ અને ગ્લૉબલ સાઉથમાં એક વિશ્વસનીય અને જવાબદાર સાથીના રૂપમાં ઓળખવામાં આવે છે.

1962ના યુદ્ધ પછી ગલવાનની ઘટનાએ ચીનને ભારતની નજરમાં અવિશ્વનીય બનાવી દીધું છે. આને લઈ સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 77મા સેનાદિવસ પર ટૂંકમાં ચેતવણી આપી છે કે ગલવાનમાં જે કંઈ થયું તેવી ઘટના ફરી નહીં બનવી જોઈએ. ભારત પોતાના પાડોશીઓની સાથે શાંતિ સંબંધોની તરફેણમાં રહ્યુyં છે, પણ ઉશ્કેરણી પર જડબાતોડ જવાબ પણ આપ્યો છે અને આગળ પણ આપતો રહેશે. ભારતે પોતાના સીમા ક્ષેત્રમાં રસ્તા, રેલ, ઍરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને શક્તિશાળી બનાવ્યું છે. સેના ઉપકરણ નિર્માણમાં આત્મનિર્ભરતા ભણી વધ્યું છે. વિકસિત ભારત સેના અને સર્વાંગી રીતે અધિક શક્તિશાળી બનશે અને આજે સેના રૂપથી સમર્થ ભારત વૈશ્વિક સુરક્ષા, અર્થતંત્ર અને ભૂ-રાજનીતિક ગતિશીલતાને દિશા આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. ભારતમાં વિશ્વની શ્રેષ્ઠ સેનાશક્તિ બનવાની ક્ષમતા છે.

આઝાદીના આરંભથી જ ભારતે યુદ્ધોનો સામનો કર્યો છે. ક્યારેય વિસ્તારવાદ કે પ્રથમ આક્રમણમાં ભારત માનતું નથી પરંતુ શત્રુના પ્રહારનો પ્રતિપ્રહાર સક્ષમ રીતે કરે છે. 1971માં તો પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવાયો હતો. કારગિલના યુદ્ધમાં પણ પાકિસ્તાને પારોઠના પગલા ભર્યા હતા તે પછી ભારત સંરક્ષણ ખર્ચ અને સામગ્રીની ગુણવત્તામાં સતત વધારો કરતું આવ્યું છે. છેલ્લા દાયકામાં જળ, જમીન અને આકાશ ત્રણેય ક્ષેત્રે ભારતે સંગીન સ્થિતિ પ્રાપ્ત કરી છે. રફાલ જેવા પ્રક્ષેપાત્ર આપણી સેના પાસે છે. વિશ્વશાંતિના મંત્ર સાથે આગળ વધી રહેલું ભારત જરૂર પડયે ‘સુદર્શનનો પણ ઉપયોગ કરી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક