કાર્તિક
પટેલની ઓફિસમાંથી ચેક કબજે
જેલમાં
ધકેલાયેલા આરોપીઓના નિવેદન સંદર્ભે ફરીથી તપાસ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.ર0: અમદાવાદમાં બહુચર્ચિત ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ
તેજ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્તિકને સાથે રાખીને ઓફિસમાં અને હોસ્પિટલ
ખોટ કરતી હોવા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ રાહુલ જૈન, ચિરાગ રાજપૂતની પૂછપરછ
થઈ ચૂકી છે. ત્યારે કાર્તિકે દોષનો ટોપલો ચિરાગ અને રાહુલના માથે ઢોળ્યો છે. આજે પોલીસ
તેને ખ્યાતિ હોસ્પિટલ લઈને પહોંચી હતી. ખ્યાતિ હોસ્પિટલની જે ચેમ્બરમાં બેસી કાર્તિક
પટેલે કાવતરા ઘડયા હતાં ત્યાં જ આજે આરોપી તરીકે પહોંચ્યો હતો. કાર્તિકના 10 દિવસના
રિમાન્ડ મંજૂર થયા હોઈ, પોલીસે આ ગુનામાં સામેલ અન્ય આરોપીને અને કાર્તિકને સાથે રાખી
પૂછપરછ કરવાનો પણ નિર્ણય કરાયો છે. આમ હવે અનેક રાઝ ખૂલશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આજે
અમદાવાદ પોલીસની ટીમે તેને લઈને ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી. તે જે ચેમ્મબરમાં બેસી
સમગ્ર કામગીરી કરતો હતો ત્યાં લઈ જવાયો હતો. પોલીસે તેની ચેમ્બરમાંથી તેની સહીવાળા
ચેક પણ પોલીસે કબજે કર્યા હતા. કાર્તિકની ચેમ્બરની ચાવી ન મળતા ચાવી બનાવવાવાળાને તાત્કાલિક
ઘટના સ્થળે બોલવવામાં આવ્યો હતો.
નોંધનીય
છે કે, કાર્તિક પટેલ પોલીસની પૂછપરછમાં બચતો જોવા મળી રહ્યો છે અને દોષનો ટોપલો એકબીજા
પર ઢોળતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ માની રહી છે કે ખ્યાતિ હોસ્પિટલમાં આવેલી
કાર્તિક પટેલની ચેમ્બરમાં જ કાર્તિક અન્ય આરોપીઓ સાથે બેસીને વહીવટી કરતો હતો. ક્રાઈમ
બ્રાંચ દ્વારા કાર્તિક પટેલની ચેમ્બરમાં તપાસ હાથ ધરવામા આવી છે.
સૂત્રોના
અનુસાર હવે હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની સામે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને બેસાડીને
પૂછપરછ કરવામાં આવશે. ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને આગામી સમયમાં ટ્રાન્સફર વોરંટથી
બન્ને આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવશે અને કાર્તિક પટેલ સાથે બન્નેનાં
નિવેદન લઈ કઈ રીતે આખું કૌભાંડ થયું હતું એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. અમદાવાદ ક્રાઈમ
બ્રાન્ચ ટૂંક સમયમાં જ આરોપીઓની ટ્રાન્સફર વોરંટ કસ્ટડી મેળવવાની છે.
ખ્યાતિકાંડનું
ચિત્ર હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યંy હોય તેમ લાગી રહ્યું છે. ચિરાગ રાજપૂત અને કાર્તિક
ભેગા મળીને પીએમજેએવાયમાં કૌભાંડ કરવા માટે આખી ગોઠવણ કરી હોવાનું ક્રાઈમ બ્રાંચ માને
છે. તેઓ જે પણ રોકડી કરે એનો હિસાબ પગારમાં ખર્ચ બતાવવાનો આઈડિયા રાહુલ જૈને આપ્યો
હોવાનું હવે સામે આવી રહ્યું છે અને આખું કૌભાંડ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે.
ખ્યાતિ
હોસ્પિટલ દ્વારા કડી ખાતે 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર
બાદ અમદાવાદ સારવાર કરવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગામમાંથી 19 લોકોને
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. જે બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી
કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. સ્ટેન્ટ
મૂક્યા બાદ ર દર્દીઓના મોત થયા હતા. દર્દીના સંબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરીને હોબાળો
મચાવ્યો હતો. આખરે ખ્યાતિ હોસ્પિટલનો સમગ્ર કાંડ બહાર આવ્યો હતો.
સમગ્ર
ઘટનાક્રમ જોઈએ તો, ડૉ.પ્રશાંત વઝરીરાણીની 13 નવેમ્બર, રાહુલ જૈનની ર6 નવેમ્બર, ચિરાગ
રાજપૂતની ર6 નવેમ્બર, મિલીંદ પટેલની ર6 નવેમ્બર, પ્રતીક ભટ્ટની ર6 નવેમ્બર, પંકિલ પટેલની
ર6 નવેમ્બર, ડૉ.સંજય પટોળિયાની 4 ડિસેમ્બર, રાજશ્રી કોઠારીની 14 ડિસેમ્બર અને છેલ્લે
કાર્તિક પટેલની તાજેતરમાં 17 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી છે.
ક્રાઈમ
બ્રાંચે હાલમાં તમામ આરોપીઓએ આપેલા નિવેદનોનું ક્રોસ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરી
છે. ઉપરાંત સમાન નિવેદનોમાં આરોપીઓને સાથે રાખીને પણ નિવેદનો લેવામાં આવશે. જેમાં મુખ્ય
ભૂમિકા કોઈ ભજવી છે તે બહાર આવવાની શક્યતા સેવાય છે.