• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

રાજકોટમાં જાડેજા અને પંતની ટક્કર

23મીથી શરૂ થતાં રણજી ટ્રોફી મેચમાં જાડેજા સૌરાષ્ટ્ર અને પંત દિલ્હી તરફથી રમશે

રવીન્દ્ર જાડેજાએ આજે સૌરાષ્ટ્ર ટીમનાં અભ્યાસ સત્રમાં ભાગ લીધો

રાજકોટ, તા.19 : ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર અને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સામેલ રવીન્દ્ર જાડેજાએ આજે નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમના અભ્યાસ સત્રમાં ભાગ લીધો હતો. રવીન્દ્ર જાડેજાનું અહીં તા. 23 જાન્યુઆરીથી રમાનાર દિલ્હી વિરુદ્ધના રણજી ટ્રોફી મેચમાં રમવું નિશ્ચિત છે. દિલ્હી ટીમ તરફથી ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર ઋષભ પંત રમવાનો છે. વિરાટ કોહલીને ગરદનમાં દર્દ છે. આથી તે રણજી ટ્રોફી રમવા રાજકોટ આવશે નહીં. જાડેજા છેલ્લે સૌરાષ્ટ્ર તરફથી જાન્યુઆરી 2023માં રણજી ટ્રોફી રમ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસના નિરાશાજનક દેખાવ બાદ બીસીસીઆઇએ દરેક ખેલાડી માટે ઘરેલુ ક્રિકેટ રમવું ફરજિયાત કર્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના અધ્યક્ષ જયદેવ શાહે જણાવ્યું છે કે રવીન્દ્ર જાડેજા આજે પ્રેક્ટિસ સેશનમાં આવ્યો છે અને હવે પછીના મેચમાં રમશે.

ચેતેશ્વર પુજારા પણ 23મીથી શરૂ થનાર દિલ્હી સામેના રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર તરફથી રમવાનો છે. વર્તમાન રણજી સીઝનમાં સૌરાષ્ટ્ર ટીમને પ મેચમાંથી ફક્ત એક મેચમાં જીત નસીબ થઈ છે અને 11 પોઇન્ટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025