દર્દીઓ, તેમના પરિજનોને યોગ્ય
સગવડ આપવા કરી માગ
નવી દિલ્હી, તા. 20 : દિલ્હી
એઈમ્સમાં સુવિધાઓના અભાવના પગલે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ
ગાંધીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને પત્ર
લખી ચિંતા વ્યક્ત કરી હતી અને દર્દીઓ તથા તેમના પરિવાર માટે સુવિધાઓ આપવા માંગ કરી
હતી.
એક મીડિયા હેવાલ મુજબ, રાહુલે
કહ્યું હતું કે, દેશભરમાંથી દિલ્હી એઈમ્સમાં આવનારા દર્દીઓ અને તેમના પરિવારો માટે
યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મેં મુખ્યમંત્રી આતિશી અને જેપી નડ્ડાને પત્ર લખ્યો છે.
મેં અનુભવ્યું છે કે, કાતિલ ઠંડીમાં લોકો મેટ્રો સ્ટેશનની નીચે સૂવા મજબૂર બન્યા છે,
જ્યાં તેમને પીવા માટે પાણી તથા શૌચાલયની પણ વ્યવસ્થા નથી.