• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

ઓપનર સિવાય અન્યનો બેટિંગ ક્રમ નિશ્ચિત નહીં : અક્ષર લીડરશીપ ગ્રુપમાં જોડયા બાદ અક્ષર પટેલ સાહસિક ફેંસલા લેવા તૈયાર

કોલકતા, તા.20: ઇંગ્લેન્ડ વિરુદ્ધની ટી-20 સિરીઝમાં પહેલીવાર ભારતીય ટીમના ઉપ કપ્તાન બનેલા અક્ષર પટેલનું માનવું છે કે તેની નવી ભૂમિકા લીડરશીપ તરીકે સાહસિક ફેંસલામાં સાથ આપવાની રહેશે. આ ઉપરાંત ટીમના સ્ટાફ અને ખેલાડીઓ સાથે સહજ સંબંધ બનાવી રાખવાનો રહેશે. જેથી ટીમમાં એક સંપ બની રહે. ઇડન ગાર્ડન પર ટીમ ઇન્ડિયાના અભ્યાસ સત્ર દરમિયાન ઉપકપ્તાન અક્ષર પટેલે આજે મીડિયા સાથે વાતચીત કરી હતી.

અક્ષર પટેલે કહ્યંy મારા માટે આ વધારાની જવાબદારી છે. આ વિશે મારી કપ્તાન (સૂર્યકુમાર) અને કોચ (ગંભીર) સાથે વાત થઇ છે. એવું નથી કે મારા પર દબાણ છે. કારણ કે અમારી ટીમ પહેલેથી જ સ્થિર છે. આમ છતાં કેટલાક નિર્ણયો લેવામાં મારે હિસ્સેદાર બનવું પડશે. મેચ દરમિયાન સૂર્યા સાથે મારે રણનીતિની ચર્ચા કરવી પડશે. જ્યારે તમે લીડરશીપ ગ્રુપમાં આવો છો ત્યારે આપે કેટલાકે આકરા નિર્ણય લેવા પડે છે. અક્ષર પટેલનું કહેવું છે કે ઇંગ્લેન્ડ સામે અમારી ટીમ ફોર્મ જાળવી રાખવા માંગશે. જેથી આવતા વર્ષે રમાનાર ટી-20 વિશ્વ કપની તૈયાર સારી રીતે આગળ વધી શકે.

બેટિંગ ક્રમ વિશેના સવાલ પર અક્ષર પટેલે જણાવ્યું કે ફક્ત ઓપનિંગ કોણ કરશે તે નિશ્ચિત છે. બાકીના કોઇ ખેલાડીનો ક્રમ નિશ્ચિત નથી. એ બધું મેચની પરિસ્થિતિ આધારિત હોય છે. ત્રણથી સાત નંબરના તમામ બેટર્સને આ વાત બતાવી દેવામાં આવી છે. અમારા બેટધરોને ખબર છે કે તેમને કોઇ પણ નંબર પર મોકલવામાં આવી શકે છે. આ સિરીઝમાં પણ આવું જોવા મળશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક