નવી દિલ્હી, તા.19 : ભારતીય જનતા
પાર્ટીને ટૂંક સમયમાં જે. પી. નડ્ડાનાં સ્થાને નવા રાષ્ટ્રીય પ્રમુખ મળશે. નવા પ્રમુખ
બનવાની રેસમાં અનેક દિગ્ગજ સામેલ છે. પાર્ટીના બંધારણ અનુસાર રાષ્ટ્રીય પ્રમુખ એવી
વ્યક્તિને જ બનાવી શકાય જેઓ ઓછામાં ઓછાં 1પ વર્ષ પાર્ટીના સદસ્ય હોય. અગાઉ ર010થી ર013 સુધી સંગઠનની જવાબદારી
નીતિન ગડકરી પાસે હતી.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂરી
થયા બાદ ભાજપા નવા રાષ્ટ્રીય પ્રમુખનું નામ જાહેર કરી શકે છે. સૂત્રો અનુસાર 10થી ર0
ફેબ્રુઆરી વચ્ચે ભાજપને નવા રાષ્ટ્રીય પ્રમુખ મળી શકે છે. નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી
ર0ર4માં પૂરો થઈ ગયો હતો જે લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ લંબાવવામાં આવ્યો હતો. ભાજપમાં
સંગઠનાત્મક ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. રાષ્ટ્રીય અને રાજ્ય પરિષદના સદસ્યની
નિમણૂક હાલ ચાલુ છે. 4 રાજ્યએ રાજ્ય પ્રમુખની પસંદગીની પ્રક્રિયા પૂરી કરી છે. ભાજપના
નવા રાષ્ટ્રીય પ્રમુખ બનવાની રેસમાં મનોહરલાલ ખટ્ટર, શિવરાજ સિંહ ચૌહાણ, વિનોદ તાવડે,
રાજનાથ સિંહ વગેરેનાં નામ ચર્ચામાં છે. ઉપરાંત ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ પણ
દાવેદાર મનાય છે.