• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

જ્યોર્જ સોરોસના નામે સંસદમાં ધમાલ

લોકસભાની કાર્યવાહી મંગળવારે શરૂ થયા પછી તરત બુધવાર પર મોકૂફ રાખવામાં આવી. જ્યારે વિભિન્ન મુદ્દાઓ પર શાસક અને વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ બુધવાર બપોર સુધી મોકૂફ રાખવામાં આવી હતી. સંસદમાં ધમાલ-ધાંધલની સ્થિતિનું કારણ અમેરિકન રોકાણકાર જ્યોર્જ સોરોસ છે, જેમના કારણે અગાઉ પણ સંસદની અંદર અને બહાર શાસક અને વિપક્ષ વચ્ચે સંઘર્ષ થઈ ચૂક્યો છે.

ભાજપનો આક્ષેપ છે કે રાહુલ ગાંધી જ્યોર્જ સોરોસના  ભારતવિરોધી એજન્ડા આગળ વધારી રહ્યા છે, એટલું જ નહીં, તેમના નિકટનાઓથી મુલાકાત પણ કરતા રહે છે. ભાજપનો આક્ષેપ છે કે સોનિયા ગાંધીનો સંબંધ એ ફોરમ અૉફ ડેમોક્રેટિક લીડર્સ ઈન એશિયા પેસિફિક ફાઉન્ડેશન સાથે છે, જેને જ્યોર્જ સોરોસ પાસેથી આર્થિક મદદ મળે છે. ભાજપના કહેવા પ્રમાણે સોનિયા ગાંધી આ ફાઉન્ડેશનનાં સહઅધ્યક્ષ છે અને આ મંચે કાશ્મીરને ભારતનો અલગ વિભાગ માનવો જોઈએ એવી માગણી કરી છે! આ એજન્ડા પાકિસ્તાનનો છે. આવી સ્થિતિમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષને ભારતની એકતા, અખંડતા વિરુદ્ધ વિચાર અને કાર્યવાહી ધરાવતા સંગઠન સામે શા માટે લેણદેણ હોવી જોઈએ? અહીં ઉલ્લેખ કરવો ઘટે કે જ્યોર્જ સોરોસનું ‘ઓપન સોસાયટી ફાઉન્ડેશન’ એ મીડિયા ગ્રુપને પૈસા આપે છે. જે અદાણી સમૂહ વિરુદ્ધ અભિયાન ચલાવે છે તેના માટે તો ત્યાં સુધી કહેવાય છે કે બાંગ્લાદેશની - રાજકીય ઊથલપાથલ પાછળ તેનો હાથ હોવાનું મનાય છે.

જ્યોર્જ સોરોસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને પોતાના મિત્ર ગણાવે છે. તેમના નિકટના એક સાથીદારે તો રવિવારે મોહમ્મદ યુનુસ સાથે ઢાકામાં મુલાકાત પણ કરી હતી. શેખ હસીનાને પદચ્યુત કર્યાં પછી અચાનક પાકિસ્તાનનો ઢાકા પ્રેમ ઊમટી આવ્યો છે.

દશકાઓ પછી પાકિસ્તાને બાંગ્લાદેશને 25 હજાર ટન ખાંડ નિકાસ કરવાનો કરાર કર્યો છે, તો ઢાકાની વચગાળાની સરકારે કરાચીથી ચત્તોગ્રામ વચ્ચે માલવાહક જહાજની અવરજવર માટે પહેલેથી જ લીલી ઝંડી આપી છે. હવે તેણે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા શરતોમાં છૂટની ઘોષણા કરી છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પક્ષનાં વડા ખાલિદા જિયાનો પાકિસ્તાન પ્રતિ ઝુકાવ છૂપો નથી. ઢાકામાં પાકિસ્તાનના હાઈ કમિશનર સાથે તેમની મુલાકાત પછી વચગાળાની સરકારની આ મહેરબાનીને સમજી શકાય છે. પરંતુ જે રીતે ત્યાં સેનાના નિવૃત્ત અધિકારીઓને આગળ કરીને દબાણની રાજનીતિ કરવામાં આવી રહી છે, તે ભારત માટે જરૂર ચિંતાનો વિષય હોવો જોઈએ.

હવે જ્યારે જ્યોર્જ સોરોસ અને સોનિયા ગાંધીના લેણદેણ અંગે ભાજપ આક્ષેપો કરે છે તે જોતાં લાગે છે કે ભારતમાં અસ્થિરતા ઊભી કરવી, અર્થતંત્રને પાટેથી ઉતારવા માટે જ્યોર્જ સોરોસ પ્રયાસ અને કાવતરાં કરતા હોવાનો આક્ષેપ છે તેનો ફરી પુનર્રોચ્ચાર થઈ રહ્યો છે ત્યારે કૅંગ્રેસ આ મુદ્દાથી ધ્યાન ભટકાવવા બન્ને ગૃહની કાર્યવાહી ચાલવા દેવા નથી ઈચ્છતી એવું લાગે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025