• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

પ્રાર્થનાસ્થળના વિવાદોને વિશ્રામ

કાશી, મથુરા, સંભલ, દિલ્હી સહિત અનેક સ્થળોએ મંદિરો તોડીને બંધાયેલી મસ્જિદોનાં સર્વે અને તેના પર કબજા માટે વિવિધ કોર્ટોમાં હિન્દુ પક્ષોની અરજીઓના પગલે ભારે વિવાદ છે. હિન્દુ પક્ષોએ પૂજાસ્થળ કાયદા, 1991 વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરી છે, જેના પર સુનાવણી થઈ છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ આ કેસમાં હવે આગામી સુનાવણી સુધી મસ્જિદો પર દાવા માટે નવા કોઈ કેસ દાખલ થઈ શકશે નહીં તેમ જણાવ્યું છે અને કેન્દ્ર સરકારને પૂજાસ્થળ કાયદા, 1991ના સંદર્ભમાં ચાર અઠવાડિયાંમાં સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે.

પૂજાસ્થળોથી સંબંધિત કેસની કોઈ સુનાવણી કે કોઈ આદેશ નહીં આપવાની હિમાયત કોર્ટોને આપીને સુપ્રીમ કોર્ટે અનેક  વિવાદો પર વિરામ મૂક્યો છે. હાલમાં અનેક પ્રાર્થનાનાં સ્થળોથી સંકળાયેલા કેસ કોર્ટમાં પહોંચ્યા પછી સાંપ્રદાયિક સદ્ભાવનાને આંચકો પહોંચવાની શંકા વધી ગઈ છે. ટોચની કોર્ટે દેશની તમામ કોર્ટોને ધાર્મિક સ્થળો, ખાસ કરીને મસ્જિદો અને દરગાહો પર દાવો કરતી નવી અરજીઓ પર વિચાર કરવા અને પેન્ડિંગ કેસમાં કોઈપણ પ્રભાવી વચગાળાનો કે અંતિમ આદેશ હવે પછીના આદેશ સુધી રોકી રાખ્યો છે. સુપ્રીમ કોર્ટની આ નીતિથી વિભિન્ન હિન્દુ પક્ષો દ્વારા કરવામાં આવેલી લગભગ 18 કેસોની કાર્યવાહી પર રોક લાગી ગઈ છે. આ કેસોમાં વારાણસીમાં જ્ઞાનવ્યાપી મસ્જિદ, મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ અને સંભલમાં શાહી જામા મસ્જિદ સહિત 10 મસ્જિદોની મૂળ ધાર્મિક પાયાનો પત્તો લગાવવા માટે સર્વેક્ષણનો અનુરોધ કરવામાં આવ્યો છે. વકીલ અશ્વિન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલી અરજીમાં મુખ્ય અરજીમાં પ્રાર્થનાસ્થળ કાયદાના 1991ની વિવિધ જોગવાઈઓને પડકારવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે પ્રાર્થના સ્થળ કાયદા બંધારણની ધર્મનિરપેક્ષતા અને બરાબરી જેવા મૂળ સિદ્ધાંતો વિરુદ્ધ છે, આ કાયદાથી હિન્દુઓને અધિક નુકસાન પહોંચે છે. આ અરજીના વિરોધમાં જમિયત ઉલેમા-એ-િહંદ, ડાબેરીઓ અને અનેક ચળવળકર્તાઓએ પણ પોતાની અરજી કરી હતી.

દેશમાં અયોધ્યામાંના વિવાદિત માળખાને લઈ આંદોલન પરાકાષ્ઠાએ હતું ત્યારે 1991માં તત્કાલીન પીવી નરસિંહા રાવ સરકારે પ્રાર્થનાસ્થળ કાયદો સંસદમાં પસાર કરાવ્યો હતો. પ્રાર્થનાસ્થળ કાયદા અનુસાર ભારતમાં 15 અૉગસ્ટ 1947એ જે ધાર્મિક સ્થળ જે સ્વરૂપમાં હતાં, તેની સ્થિતિમાં કોઈ બદલાવ નહીં કરી શકાય. એમાં એમ પણ કહેવાયું હતું કે ધાર્મિક સ્વરૂપમાં બદલાવને લઈ કોઈ અપીલ કે અન્ય કાર્યવાહી 15 અૉગસ્ટ 1947 પછી કોઈ કોર્ટ ટ્રિબ્યુનલ કે પ્રાધીકરણમાં પેન્ડિંગ હોય તો તે કેસ રદ કરવામાં આવશે. કોઈ કેસમાં ફરી કેસ કે અપીલ નથી કરી શકાતી. આ કાયદામાં રામ જન્મભૂમિ, બાબરી મસ્જિદ વિવાદને સામેલ નહોતો કરવામાં આવ્યો. કારણ કે આ કેસ સ્વતંત્રતા પહેલાં જ કોર્ટમાં પેન્ડિંગ હતો. પ્રાર્થનાસ્થળોના વિવાદને પ્રોત્સાહન આપવું મધપૂડાને છંછેડવા જેવું છે. સંઘના વડા મોહન ભાગવતે પણ થોડા સમય પહેલાં આવી પ્રવૃત્તિ ઉચિત નહીં હોવાનું જણાવ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટના આદેશને કેટલાક મુસ્લિમ નેતાઓએ પણ આવકાર આપ્યો છે. કેટલાંક હિન્દુ સંગઠનો નારાજ પણ થયાં હશે. જોકે, સુપ્રીમ કોર્ટે નવા આદેશ પર રોક લગાવી પ્રાર્થનાસ્થળ પર વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. નવા આદેશ સુધી સૌએ પ્રાર્થનાસ્થળ કાયદાનું સન્માન કરવું ઘટે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025