• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

ભારત-રશિયા દ્વિપક્ષીય સંબંધ વધુ સુદૃઢ

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે તાજેતરની રશિયાની મુલાકાત વખતે કરેલું નિવેદન આપણી રાષ્ટ્રની નીતિ અને આંતરરાષ્ટ્રીય બાબતોના સંદર્ભમાં ખૂબ મહત્ત્વનું છે. તેમણે કહ્યું, ભારત અને રશિયાની મિત્રતા સમુદ્ર જેટલી વિશાળતા અને ઊંડાઇ ધરાવે છે. ભારત જેવા પ્રગતિશીલ રાષ્ટ્રના સંરક્ષણમંત્રી સત્તાવાર રીતે જે કંઇ?બોલે એના સૂચિતાર્થ સમજવાના હોય છે. કઇક દેશો સંદેશ ગ્રહણ કરી લેતા હોય. જાન્યુઆરીથી વિધિવત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનવા જઇ રહેલા ડોનાલ્ડ?ટ્રમ્પને પણ ખ્યાલ આવ્યો હશે કે, ‘અમેરિકા ફર્સ્ટની નીતિ અંતર્ગત તેઓ ભારત માટે વિઝા અને ટેરિફનીતિમાં આકરાં પગલાંના સંકેત આપતી વખતે વિચાર નથી કરતા તો ભારત પણ પોતાનું સ્થાન સુદ્રઢ કરવા કોઇ પણ પગલાં લઇ?શકે છે. રશિયા ભારતનું જૂનું મિત્ર છે.

રાજનાથસિંહની ત્રણ દિવસની મુલાકાત દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવાની દિશામાં ખૂબ ઉપયોગી રહી. સૈન્ય અને સૈન્ય સહયોગ પર ભારત-રૂસ આંતર સરકારી આયોગના 21મા સત્રમાં ભાગ લેવા તેઓ રશિયા ગયા હતા. રાજનાથસિંહ આઇ.એન.એસ. તુશિલની ફ્લેગ સેરેમનીમાં પણ સામેલ થયા. અહીં એ નોંધનીય છે કે, આ યુદ્ધ જહાજ તુશિલ બહુ પહેલાં ભારતીય નૌકાદળમાં સામેલ થવાનું હતું, પરંતુ પહેલાં કોવિડના પ્રતિકૂળ સંજોગોને લીધે સર્જાયેલા અવરોધ અને રૂસ-યુક્રેન યુદ્ધને લીધે એ પ્રસંગ ઠેલાતો રહ્યો હતો. ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તેવા દોરમાં ભારતના ટોચના નેતા તરફથી આવાં નિવેદન મહત્ત્વ ધરાવે છે. બે દેશ ભારત અને રૂસ વચ્ચે ભાગીદારીની પ્રબળ સંભાવનાઓ પર પણ બન્ને દેશ ભાર મૂકી રહ્યા છે. દેશ વચ્ચે જી-20, બ્રિક્સ, શાંઘાઇ સહયોગ સંગઠન જેવા બહુપક્ષીય મંચો પર પણ સહયોગ વધી રહ્યો છે. રાજનાથે રૂસી સમકક્ષ આંદ્રે બેલાસોવ સાથે વાતચીત દરમ્યાન જમીનથી હવામાં માર કરનારી મિસાઇલ પ્રણાલી એસ-400નાં બાકી બે યુનિટ જલ્દી આપી દેવાનું દબાણ કર્યું હતું. યુક્રેન સાથે જારી યુદ્ધનાં કારણે આ બે મિસાઇલ ભારતને આપવામાં વિલમ્બ થયોછે. ઉપરાંત રાજનાથ સિંહે વિવિધ મિલિટરી હાર્ડવેર નિર્માણનાં ક્ષેત્રોમાં ભારતમાં અસીમ સંભાવનાઓ હોવાની જાણકારી પણ સંરક્ષણ   મુદ્દાઓ પર   વ્યાપક વાતચીત દરમ્યાન આપી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025