• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

કાશ્મીરમાં વિકાસની વધતી ગતિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં ઝેડ મોર્થ ટનલનું ઉદ્ઘાટન કરીને જનસભાને સંબોધતાં જણાવ્યું કે થોડા દિવસ પહેલાં મેં રેલ ડિવિઝનનો શિલાન્યાસ કર્યો હતો. આ તમારી જૂની માગણી હતી. હવે સોનમર્ગ ટનલ દેશને સોંપતાં આનંદ થાય છે. ફરી એકવાર લદાખની વધુ એક જૂની માગણી પૂરી થઈ છે. આ ટનલ સોનમર્ગ વિસ્તારમાં ટૂરિઝમના ક્ષેત્રનો વિકાસ કરશે. આગામી દિવસોમાં રેલવેથી કાશ્મીર પણ જોડાવાનું છે, આને લઈ અહીં જબરદસ્ત ખુશીનો માહોલ છે.

કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 6.5 કિલોમીટર લાંબા ઝેડ મોર્થ ટનલનું ઉદ્ઘાટન ઐતિહાસિક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વયં આ ટનલનું ઉદ્ઘાટન કર્યું તેથી ઉપયોગિતાને સહજ સમજી શકાય છે. આ ટનલનું વ્યૂહાત્મક, આર્થિક અને સામાજિક મહત્ત્વ ઘણું બધું છે. વ્યૂહાત્મક મહત્ત્વ એ છે કે આનાથી જમ્મુ-કાશ્મીરની સુરક્ષા મજબૂત બનશે. આર્થિક મહત્ત્વ છે કારણ કે ટનલથી આ કેન્દ્રશાસિત રાજ્યનું અર્થતંત્ર વધુ સમૃદ્ધ બનશે. અહીં આવવા માટે ઉદ્યોગપતિઓ આકર્ષિત થશે. રોજગારમાં વૃદ્ધિ થશે. સામાજિક મહત્ત્વ છે કારણ કે કાશ્મીરમાં લોકોને પરસ્પરથી દૂર હોવાનો ભારે અહેસાસ થતો હતો તે હવે ઓછો થશે.

આ બે-લેનની ટનલ ગાંદરબલ જિલ્લામાં ગગનગીર અને સોનમર્ગને જોડી દેવામાં આવી છે. આનાથી વિશેષ રીતે સોનમર્ગના અર્થતંત્રને લાભ થશે. રોજગાર માટે નવા અવસર ખૂલશે. કેટલાક દશકા પહેલાં કાશ્મીરમાં આવી કોઈ ટનલની કલ્પના પણ અસંભવ હતી, પરંતુ હવે દેશ ફક્ત એક ટનલ પર 2700 કરોડ રૂપિયા અધિક ખર્ચ કરી શકે છે. વાસ્તવમાં દેશને જોડનારા રસ્તાઓનું નિર્માણ અનિવાર્ય બની ગયું છે. સમુદ્રતટથી 8650 ફૂટથી અધિકની ઊંચાઈ પર સ્થિત આ ટનલ કોઈપણ મોસમમાં બંધ નહીં થાય. આનાથી  ન ભૂસ્ખલનનો ભય રહેશે અને ન હિમસ્ખલનનો.

કાશ્મીરમાં લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાના રોકાણથી રસ્તા યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. એટલું જ નહીં, રોપ-વે અને કૅબલ કાર ચલાવવા માટે લગભગ બાવીસ પ્રસ્તાવ છે, જેને 25,000-30,000 કરોડ રૂપિયાના રોકાણથી પૂર્ણ કરવાના છે. જમ્મુ-કાશ્મીરના પર્યટનમાં ચાર ગણો વધારો થવાનું અનુમાન છે. જેનાથી જમ્મુ-કાશ્મીર આત્મનિર્ભર અને સમૃદ્ધ થશે. સ્પષ્ટ છે કે કાશ્મીર મૂળભૂત વિકાસ સાથે અમન ચેન ભણી વધી રહ્યું છે. હવે કાશ્મીરને ભારતનાં અન્ય રાજ્યોની જેમ-સમકક્ષ દરજ્જો - સ્થાનમાન મળવાના દિવસ પણ દૂર નથી...

ઇ-પેપરના નવા શુલ્ક