અમદાવાદ,
તા. 19 : ગુજરાત કેડરના આઇપીએસ ડો. શમશેર સિંહની BSFમાં
નિમણૂક કરવામાં આવી છે. જેઓ 1991ની બેચના આઇપીએસ અધિકારી છે. જેઓ વર્તમાનમાં એસીબીમાં
ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. કેન્દ્રીય ગૃહ વિભાગે મંજૂરી આપી છે. BSFમાં ADG તરીકે ડો.શમશેરાસિંહની નિમણૂક
કરવામાં આવી છે. જેમણે ACB ગુજરાતમાં ખૂબ સારી કામગીરી
કરી છે. સાથોસાથ તેઓ એક આગવી છાપ પણ ધરાવે છે.
આઇપીએસ
ડો. શમશેર સિંહ 1991ની બેચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી છે. જેઓ મૂળ હરિયાણાના વતની
છે. જેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દિલ્હીથી મેનેજમેન્ટમાં Ph.D. કર્યું છે. તેઓ વર્ષ 2020 સુધી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન
ડિપાર્ટમેન્ટ - CID ક્રાઇમના ADGP તરીકે સેવા આપી છે. જે બાદ તેમને વડોદરા શહેરના
પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. જેઓ વર્તમાનમાં અઈઇમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે
છે.