અમદાવાદની
ખ્યાતિ હોસ્પિટલ કાંડના સૂત્રધાર કાર્તિક પટેલે વટાણા વેર્યા
ચિરાગ
અને રાહુલ આખું કૌભાંડ ચલાવતા : લાંબો સમય જેલમાં રહેવાની તૈયારી સાથે જ પરત ફર્યો
છું : કાર્તિક પટેલ
અમદાવાદ,
તા. 19: ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે જેમાં ક્રાઈમ બ્રાન્ચની
પૂછપરછમાં કાર્તિકે હકીકત જણાવી અને વટાણા વેરતા કહ્યું કે, હોસ્પિટલમાં ગોરખધંધા અંગે
કાર્તિક બધું જાણતો હતો અને ચિરાગ રાજપુત અને રાહુલ જૈન આખું કૌભાંડ ચલાવતા હતા અને
આ વાતની જાણ તમામ લોકોને હતી સ્ટાફમાં તો આરોગ્ય વિભાગ સાથેના સંપર્ક ચિરાગ રાજપુતના
હતા અને ખ્યાતિકાંડમાં અલગ અલગ વિભાગમાં 10થી વધુ અરજીઓ પણ થઈ છે. કાર્તિક પટેલે કહ્યુ
કે, હોસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો કરવામાં આવતો હતો હું લાંબો સમય
જેલમાં રહેવાની તૈયારી સાથે જ પરત ફર્યો છું, ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલ 51%નો
ભાગીદાર છું અને કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલશે તે સ્વીકારી હાજર થયો છું.
નોંધનીય છે કે કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી
છે અને તે હોસ્પિટલમાં ડિરેકટર પદે હતો, કાર્તિક પટેલ પહેલેથી કૌભાંડ કરતો હોવાની વાત
સૂત્રો તરફથી સામે આવી છે, આ સમગ્ર કેસમાં હવે કોઈ આરોપીઓને ઝડપવાના બાકી નથી તમામ
આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જયારે ખ્યાતિ કાંડ સામે આવ્યો ત્યારથી કાર્તિક પટેલ
ફરાર હતો અને વિદેશ ભાગી ગયો હતો, મહત્વની વાત તો એ છે કે, કાર્તિક પટેલ માર્કેટીંગની
ટીમ સાથે મળીને નક્કી કરતો હતો કે કયાંથી કેટલા દર્દીઓ સારવાર માટે લાવવા અને કયાં
કેટલા કેમ્પ કરવા એટલે આખી હોસ્પિટલનું મેનેજમેન્ટ એક જ કાર્તિક પટેલ કરતો હતો.
-------------
કાર્તિક
પટેલ 10 દિવસના રિમાન્ડ પર
ગરીબ
માણસોને જરૂર ના હોવા છતાં ઓપરેશન કરવામાં આવ્યા, 16.64 કરોડ રૂપિયા PMJAY યોજના હેઠળ મેળવ્યા છે તે ક્યાં ? વગેરે વિગતો મેળવાશે
અમદાવાદની
ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ બે દર્દીના મોત બાદ ભાગેડુ મુખ્ય આરોપી કાર્તિક
પટેલના 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની
પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, તેની સામે 10 દિવસના રિમાન્ડ મંજૂર
કર્યા હતા. નોંધનીય છે કે કાર્તિક પટેલ પત્નીની સારવાર માટે અમદાવાદ આવતા જ એરપોર્ટ
પરથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ખ્યાતિ
હોસ્પિટલના મુખ્ય આરોપી કાર્તિક પટેલને 28 જાન્યુઆરી 11 વાગ્યા સુધી રિમાન્ડ પર મોકલવામાં
આવ્યો છે. કાર્તિક પટેલના વકીલે બચાવ કરતા કહ્યું હતું કે, રિમાન્ડના કોઇ પણ મુદ્દાઓ
થકી પોલીસ કસ્ટડીની જરૂર નથી. રિમાન્ડ કન્ફેશનલ સ્ટેટમેન્ટ કહેવાય નહીં, ગુનો બન્યો
ત્યારે કાર્તિક પટેલ અહીં હાજર નહતા. આ ઘટનાનું દુ:ખ અમને પણ છે.’ એક વ્યક્તિ પાસે
ઙખઉંઅઢ કાર્ડ પણ નહોતું અને અમે તેને ટ્રીટમેન્ટ આપી હતી.નાના ગામડાઓના લોકો માટે આ
કેમ્પ થયા અને યોજના પણ એવું જ કહે છે એટલે કેમ્પ કરવામાં આવ્યા હતા. અમે તપાસમાં સહકાર
આપવા માટે તૈયાર છીએ અને અમારા તો બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરેલા છે.
અમદાવાદ
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્તિક પટેલે રિમાન્ડ માટેની માંગના કારણોની રજૂઆતમાં જણાવ્યુ
હતુ કે કાર્તિક પટેલ 51% જેટલો ભાગ ખ્યાતિ હોસ્પિટલમાં ધરાવે છે, તે પૈસા કેટલા આવ્યા
અને ક્યાં રોકાણ કરવામાં આવ્યા, ડોકટરને કમિશન આપીને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતા
હતા કે કેમ, ગામડાના ગરીબ માણસોને ઓપરેશનની જરૂર ના હોવા છતાં ઓપરેશન કરવામાં આવ્યા,
ગેરકાયદેસર રીતે બીજાના ડેટા ચોરીને ઙખઉંઅઢ કાર્ડ કાઢવામાં આવતા હતા, 16.64 કરોડ રૂપિયા
ઙખઉંઅઢ યોજના હેઠળ મેળવ્યા છે તે ક્યાં રોકાણ કરવામાં આવ્યું તે જાણવું જરૂરી છે. ઉપરાંત
ઓડિટ રિપોર્ટમાં પણ છેડછાડ કરવામાં આવી તેમાં કાર્તિક પટેલના કહેવા પર આ કામ કરવામાં
આવતું હતું
હોસ્પિટલની
મિનિટ બુક પણ મેળવવાની જરૂર છે, આરોપી ઓસ્ટ્રેલિય- ન્યૂઝીલેન્ડ અને દુબઈમાં ફરીને આવ્યા
ત્યાં વાપરવામાં આવેલો મોબાઈલ પણ રિકવર કરવો ખૂબ જરૂરી છે.