• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

U-19 મહિલા T-20 વિશ્વ કપમાં વિન્ડિઝ વિરુદ્ધ ભારતનો માત્ર 26 દડામાં 9 વિકેટે વિજય

વિન્ડિઝ ટીમ 44 રનમાં ઢેર : ભારતે 4.2 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું

કુઆલાલમ્પુર, તા.19 : અન્ડર-20 મહિલા ટી-20 વિશ્વ કપ અભિયાનનો ભારતે શાનદાર પ્રારંભ કરીને વેસ્ટ ઇન્ડિઝ સામે 94 દડા બાકી રહેતા 9 વિકેટે ધમાકેદાર જીત મેળવી છે. ગ્રુપ એના આજના મેચમાં ભારતની કાતિલ બોલિંગ સામે વિન્ડિઝ યુવા મહિલા ટીમ 13.2 ઓવરમાં ફકત 44 રનમાં ડૂલ થઈ ગઈ હતી. બાદમાં ભારતે માત્ર 4.2 ઓવરમાં 1 વિકેટે 47 રન કરી 9 વિકેટે જબરદસ્ત જીત મેળવી હતી.

વિન્ડિઝ તરફથી સૌથી વધુ 1પ રન કેનિક કેસરે કર્યા હતા. 12 રન એસબી કેલેન્ડરના હતા. બાકીની તમામ બેટર્સ સિંગલ ફિગરમાં કે ઝીરોમાં આઉટ થઈ હતી. ભારત તરફથી પારૂનિકા સિસોદિયાને 3 વિકેટ મળી હતી. બીજે જોશિતા અને આયુષી શુક્લાને 2-2 વિકેટ મળી હતી.

4પ રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ભારતે જી તૃષા (4)ની વિકેટ ગુમાવી હતી. વી. કમાલિની 16 અને સનિકા ચલકે 16 રને નોટઆઉટ રહ્યા હતા. 26 દડામાં જ 1 વિકેટે 47 રન કરી ભારતે 9 વિકેટે વેસ્ટ ઇન્ડિઝને હાર આપી મહિલા અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપનો શાનદાર પ્રારંભ કર્યો હતો.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ટેઇક ઓફ વખતે પેરાગ્લાઇડર ન ખૂલતાં અમદાવાદની 19 વર્ષની યુવતીનું મૃત્યુ January 20, Mon, 2025