• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

‘સંગમ’ માં રાજનાથની ડૂબકી : સંતોને મળ્યા

ધડાકાની ધમકી વચ્ચે આર્મી અધિકારીઓ સાથે સંરક્ષણ મંત્રીની બેઠક

પ્રયાગરાજ, તા.18 : વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શનિવારે બપોરે સંગમમાં ડૂબકી લગાવી હતી. કુંભ સ્નાન-સૂર્ય પૂજા બાદ તેઓ સાધુ-સંતોને મળ્યા હતા.

મહાકુંભના શનિવારે છઠ્ઠા દિવસે બપોરે ર વાગ્યા સુધીમાં 31 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યુ હતું. મહાકુંભમાં બોમ્બ ધડાકાની ધમકી મળી છે જેને પગલે ઠેર ઠેર સર્ચ ઓપરેશન ચલાવાયું છે. રાજનાથના આગમન પહેલા આર્મીએ સમગ્ર કિલા ઘાટને પોતાના કબજામાં લીધો હતો. સ્નિફર ડોગ્સ અને બોમ્બ સ્કવોડ ઠેર ઠેર ફરી વળી હતી.

રાજનાથ સિંહે કુંભમેળા ક્ષેત્રમાં આર્મીના અધિકારીઓ સાથે બેઠક યોજી આયોજન-તૈયારીઓની સમીક્ષા કરી હતી. કુંભ મેળામાં અત્યાર સુધીમાં કુલ 7.પ કરોડથી વધુ લોકો પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. મહાકુંભમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા છે અને 18 જેટલા શંકાસ્પદોને પકડવામાં આવ્યા છે. જેમાં અમુક પાસે આધાર કાર્ડ ન હતુ. ચોરીની શંકાએ અનેકને પકડવામાં આવ્યા છે. બીજીતરફ પ્રયાગરાજમાં ચારેબાજુ ભારે ટ્રાફિક જામની સ્થિતી છે. સંગમ તરફ જતાં તમામ રસ્તાઓ ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ટેઇક ઓફ વખતે પેરાગ્લાઇડર ન ખૂલતાં અમદાવાદની 19 વર્ષની યુવતીનું મૃત્યુ January 20, Mon, 2025