મહિલા
વિભાગના ફાઇનલમાં નેપાળ સામે 78 વિ. 40 અંકથી વિજય
નવી
દિલ્હી તા.19: પહેલીવાર રમાયેલા ખો ખો વિશ્વ કપમાં ઇતિહાસ રચીને ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન
બની છે. આજે અહીં રમાયેલા ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલા ટીમે નેપાળને 78 વિરૂધ્ધ
40 અંકના અંતરથી સજ્જડ હાર આપી ખો ખો વિશ્વ કપનો ખિતાબ કબજે કર્યોં હતો.
પ્રિયંકા
ઇંગલેના સુકાનીપદ હેઠળની ભારતીય ખો ખો ટીમ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યાં વિના વિશ્વ
વિજેતા બની છે. ભારતીય મહિલા ટીમે સેમિ ફાઇનલમાં દ. આફ્રિકાને 66-16થી હાર આપી હતી. જીત બાદ ભારતની મહિલા ખેલાડીઓએ ઈન્ડોર સ્ટેડિયમમાં
તિરંગા સાથે ઉજવણી કરી હતી. ભારતીય પુરુષ ટીમ પણ અપરાજિત રહી ફાઇનલમાં પહોંચી ચૂકી
છે.