અમલવારીમાં
3 કલાકનો વિલંબ થતાં હુમલો : હમાસે 3 મહિલા બંધકને મુક્ત કર્યા બાદ શાંતિ : યુદ્ધ વિરામના
વિરોધમાં 3 ઈઝરાયલી મંત્રીનું રાજીનામું
તેલ
અવિવ, તા.19 : સીઝ ફાયર સમજૂતી લાગુ થવામાં 3 કલાકનો વિલંબ થતાં અને હમાસે સમજૂતી મુજબ
બંધકોની યાદી ન સોંપતાં ગાઝા ઉપર ઈઝરાયલી સૈન્યએ કરેલા હુમલામાં વધુ 10 નાગરિકને મોતને
ઘાટ ઉતાર્યા હતા. બાદમાં હમાસે યાદી સોંપતાં વડાપ્રધાન નેતન્યાહૂએ સીઝ ફાયર લાગુ થયાનું
એલાન કર્યુ જે સાથે ઈઝરાયલે હુમલા બંધ કર્યા હતા. બાદમાં હમાસે ત્રણ મહિલા બંધકને મુકત
પણ કરી દીધા હતા.
જો કે
હમાસ સાથે સીઝ ફાયરનો ઈઝરાયલમાં આંતરિક વિરોધ થયો છે અને નેતન્યાહૂ સરકારના 3 મંત્રીએ
રાજીનામું આપ્યું છે. દરમિયાન હમાસના એક પ્રવક્તાએ ટેલીગ્રામ પર જાહેર કર્યું કે સીઝ
ફાયર સમજૂતી મુજબ પહેલાં દિવસે રોમી ગોનેન (ર4), એમિલી દામરી (ર8) અને ડોરેન શતાનબર
(31) નામની ત્રણ ઈઝરાયલી મહિલા બંધકોને છોડવામાં આવશે જેની યાદી ઈઝરાયલને મોકલાઈ હતી.
ગાઝામાં
હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 1પ મહિનાથી ચાલુ યુદ્ધ બાદ સીઝ ફાયર સમજૂતી લાગુ થઈ છે.
જે પહેલા ઈઝરાયલે વધુ એક હવાઈ હુમલો કર્યો હતો. અમેરિકા, કતર અને ઇજિપ્ત સરકારના પ્રયાસોને
પગલે હમાસ અને ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયર જાહેર થયું છે. સીઝ ફાયર સમજૂતી બાદ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ
એલાન કર્યું હતું કે જ્યાં સુધી હમાસ છોડવામાં આવનાર ઈઝરાયલી બંદીઓનાં નામ જાહેર નહીં
કરે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે.