• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

ગામડાઓમાં નેટસેવીઓ વધે છે

ભારતમાં 98 ટકા સ્થાનિક ભાષામાં નેટ શહેરીઓ 94 મિનિટ વિતાવે છે

નવી દિલ્હી, તા. 18 : ભારતમાં 2025 દરમ્યાન ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યા 90 કરોડને પાર થઈ શકે છે. ખાસ જાણવા જેવી વાત એ છે કે, દેશમાં નેટ સેવીઓની સંખ્યા સૌથી વધુ ગામડાઓમાં વધી રહી છે.

આઈએએમએઆઈ અને કેન્ટાના એક અહેવાલ અનુસાર, ભારતમાં 98 ટકા લોકો સ્થાનિક ભાષામાં ઈન્ટરનેટનો વપરાશ કરે છે. રોજ સરેરાશ 94 મિનિટ નેટ પર વિતાવે છે.

દેશની કુલ ઈન્ટરનેટ વસતીનો 55 ટકા હિસ્સો (48.8 કરોડ) ગ્રામીણ ભારતમાં વસે છે. ગ્રામીણ નેટસેવીઓ દરરોજ ઈન્ટરનેટ પર 89 મિનિટ અને શહેરીઓ 94 મિનિટ ગાળે છે.

શહેરોમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિળ, તેલુગુ અને બંગાળી ભાષાઓનો સૌથી વધુ ઉપયોગ ઈન્ટરનેટ માટે કરાય છે.

અહેવાલમાં ભારતીય ભાષાઓના ઉપયોગને દેશમાં ઈન્ટરનેટ વપરાશ વધવાના મોટા કારણ તરીકે લેખાવાયો છે.

દેશમાં 53 ટકા પુરુષ, 47 ટકા મહિલાઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. દર પાંચમાંથી એક વ્યક્તિ ઈન્ટરનેટમાં વોઈસ આસિસ્ટન્ટની મદદ લે છે.

હજુ પણ દેશના 41 ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરતા નથી, જેમાંથી 52 ટકા ગ્રામીણ ભારતના છે. જો કે, આ વર્ગની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ટેઇક ઓફ વખતે પેરાગ્લાઇડર ન ખૂલતાં અમદાવાદની 19 વર્ષની યુવતીનું મૃત્યુ January 20, Mon, 2025