• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

ન્યૂયોર્કથી લંડન સુરંગ ! : એલન મસ્કની ઓફર

ટ્રાંસ એટલાન્ટિક પ્રોજેક્ટ : તો 5000 કિમી અંતર 1 કલાકમાં કાપી શકાય

લંડન, તા.19 : દુનિયાના સૌથી ધનિક શખસ - અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્કે અસંભવ લાગતું કામ ટ્રાન્સ એટલાન્ટિક સુરંગ બનાવવાની ઓફર કરી છે. આશરે પ000 કિમી લાંબી આ સુરંગ ન્યૂયોર્કથી લંડન વચ્ચે સમુદ્રની નીચે બનાવવાનો વિચાર પ્રસ્તાવિત છે. આ યોજના જો સાકાર થઈ તો પ000 કિમીનું અંતર માત્ર એક કલાકમાં કાપી શકાશે.

એલન મસ્કે દાવો કર્યો છે કે તેની બોરિંગ કંપની આ સુરંગ બનાવવાનું કામ કરી શકે છે. બેન્જિંગાના રિપોર્ટ અનુસાર એલન મસ્કે સુરંગ બનાવવાનું આ કામ અંદાજિત ર0 લાખ કરોડ ડોલરના ખર્ચ સામે માત્ર ર0 અબજ ડોલરમાં કરી શકવાનો દાવો કર્યો છે. એટલાન્ટિક મહાસાગર નીચે સુરંગ બનાવવાની વાત છેલ્લાં ઘણાં વર્ષથી ચાલી રહી છે. આ સુરંગનો હેતુ બે દેશ વચ્ચે વિમાન કરતાં પણ ઓછા સમયમાં આવાગમન સુનિશ્ચિત કરવાનો છે.

હાઇપરલૂપ ટ્રેન શરૂ કરવા માટે આ સુરંગ નિર્માણની વાત ઊઠી છે. હાઇપરલૂપ એક હાઇ સ્પીડ ટ્રેન છે જે ટયૂબમાં વેક્યૂમથી ચાલે છે. જેનો પ્રસ્તાવ પણ એલન મસ્કે જ રજૂ કર્યો હતો. અત્યાર સુધી આવી ટ્રેનના અનેક મોડલ પ્રસ્તુત થયા પણ ટ્રેન શરૂ થઈ શકી નથી. ટ્રાન્સ એટલાન્ટિક સુરંગ બનાવવા સામે અનેક પડકારો છે. નવી ટેકનોલોજીની જરૂરિયાત ઉપરાંત તે માટે મોટો ખર્ચ થશે. મસ્કની ઓફર સામે સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા હજુ આવી નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ટેઇક ઓફ વખતે પેરાગ્લાઇડર ન ખૂલતાં અમદાવાદની 19 વર્ષની યુવતીનું મૃત્યુ January 20, Mon, 2025