મન કી બાતમાં મહાકુંભમાં યુવાનોની
વ્યાપક ભાગીદારીનો ઉલ્લેખ
નવી દિલ્હી, તા. 19 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ રવિવારે મહાકુંભને એકતા અને સમતા-સમરસતાનો અસાધારણ સંગમ ગણાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે હજારો વર્ષથી ચાલી આવતી પરંપરામાં ક્યાંય કોઈ ભેદભાવ કે જાતિવાદ
નથી. મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ પોતાના વિચારો વ્યક્ત કરતા મહાકુંભમાં યુવાનોની
વધતી ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું હતું કે, યુવા પેઢી પોતાની સભ્યતા
સાથે ગર્વ સાથે જોડાય ત્યારે સભ્યતાગત મૂળ વધારે મજબૂત બને છે ત્યારે જ સ્વર્ણિમ ભવિષ્ય
સુનિશ્ચિત થાય છે.
મોદી કુંભ, પુષ્કર અને ગંગા સાગર
મેળાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ પર્વ સામાજિક મેળ, સદ્ભાવ અને એકતા વધારતા પર્વ
છે. પર્વ ભારતના લોકોના પરંપરા સાથે જોડે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, કુંભમાં દક્ષિણ,
પશ્ચિમ અને દરેક ખૂણાથી લોકો આવે છે. કુંભમાં ગરીબ, અમીર બધા એક થાય છે અને તમામ લોકો
સંગમમાં ડૂબકી લગાડે છે. એકસાથે ભંડારામાં પ્રસાદ ગ્રહણ કરે છે. એટલે જ કુંભ એકતાનો
મહાકુંભ છે. કુંભનું આયોજન બતાવે છે કે કેવી રીતે પરંપરાઓ પૂરા ભારતને એક સૂત્રમાં
બાંધે છે. આ વખતે કુંભમાં યુવાનોની ભાગીદારી વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે.
મોદીએ અંતરીક્ષ ક્ષેત્રમાં ભારતની
ઉપલબ્ધિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે દેશ અંતરીક્ષ ટેક્નોલોજીમાં નવાં કીર્તિમાન સ્થાપિત
કરી રહ્યો છે. મોદીએ કહ્યું હતું કે આ વખતનો ગણતંત્ર દિવસ પણ ખાસ છે કારણ કે ભારતીય
ગણતંત્રની 75મી વર્ષગાંઠ છે. ચાલુ વર્ષે સંવિધાન લાગુ થયાને 75 વર્ષ થઈ રહ્યાં છે.
તેઓ સંવિધાન સભાના એવા તમામ લોકોને નમન કરે છે જેઓએ પવિત્ર સંવિધાન આપ્યું છે. 25 જાન્યુઆરીના
રોજ ઉજવવામાં આવતા મતદાતા દિવસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ દિવસ મહત્ત્વનો છે કારણ
કે ત્યારે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી.