અમદાવાદ, તા. 6: અમદાવાદ શહેરમાં
ઓવરસ્પીડ દ્વારા અનેક લોકો બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સજીર્ને હાહાકાર મચાવી રહ્યા
છે. પોલીસ તંત્ર નાઇટ કોમ્બિગના નામે નાટકો કરી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં ધોળા
દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે. આજે સવારે પોલીસ બેડામાં ફરજ બજાવતાં શારદાબેન
ડાભી ડયૂટી બજાવીને પોતાની એક્ટિવા પર પરત ફરી રહ્યા ત્યારે એક કારચાલકે રિવરફ્રન્ટ
રોડ પર ટક્કર મારતાં તેમનું નિધન થયું હતું અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી
વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ
શહેરના રિવરફ્રન્ટ ડફનાળા પાસે આજે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. જેમાં
પોલીસ ખાતામાં ફરજ બજાવતાં શારદાબેન ડાભી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમમાં
ફરજ બજાવી પોતાની એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા કાર ચાલકે તેમની
એક્ટિવાને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં પોલીસકર્મી શારદાબેન
ડાભીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.